GSTV
Gujarat Government Advertisement

આર્મી સામે ઈમરાનનું પાચીયું પણ નથી ચાલતું, કરતારપુર મામલે લીધેલા આ નિર્ણયને સેનાએ એક ઝાટકે બદલી નાંખ્યો

Last Updated on November 8, 2019 by Mayur

કરતારપુરની યાત્રા માટે પાસપોર્ટ કે વિઝાની કોઈ જ જરૂર નહીં પડે એવી પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી. ઈમરાનના આ નિર્ણયને આર્મીએ એક જ ઝાટકે ફેરવી નાખ્યો હતો. પાકિસ્તાન આર્મીએ જાહેર કર્યું હતું કે કરતારપુરની યાત્રા માટે પાસપોર્ટ ફરજિયાત રહેશે. કરતારપુર કોરિડોર વખતે ઈમરાન ખાને એવો વાયદો કર્યો હતો કે ભારતીય શીખ યાત્રાળુઓ માટે પાસપોર્ટ કે વિઝાની જરૂરિયાત રહેશે નહીં.

વિદેશ મંત્રાલયે પણ ભારતીય તીર્થયાત્રાળુઓ માટે  પાસપોર્ટ વિઝાની કોઈ જ જરૂર નથી એવું નિવેદન આપ્યું હતું. તેની થોડી વારમાં જ  પાકિસ્તાન આર્મીએ પાક. પીએમ ઈમરાન ખાન અને પાકિસ્તાન સરકારના વિદેશ મંત્રાલયનો નિર્ણય ફેરવી નાખ્યો હતો.પાક. આર્મીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કરતારપુર આવવા માગતા ભારતીય યાત્રાળુઓએ પાસપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે.  પાક. આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે જણાવ્યું હતું કે કરતારપુર આવવા ઈચ્છતા ભારતીય યાત્રાળુઓએ પાસપોર્ટ સાથે રાખવો પડશે. પાકિસ્તાન લશ્કરે આ નિર્ણય માટે સુરક્ષાનું બહાનું આગળ ધર્યું હતું.

આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કરવા તૈયાર નથી, એટલે કાયદેસર ગણાય એવી પાસપોર્ટ આધારિક એન્ટ્રી જ પાકિસ્તાનમાં માન્ય ગણાશે. આર્મી પ્રવક્તાના નિવેદન પછી  ફરીથી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કરતારપુરની યાત્રા માટે પાસપોર્ટ વિઝાની કોઈ જ જરૂર પડશે નહીં.માત્ર ભારતનું માન્ય આઈડી કાર્ડ હોય તે કરતારપુરમાં પ્રવેશ કરી શકશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આ અંગે ભારતને જાણ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલય અને આર્મીના આ નિવેદનોના વિરોધાભાસથી વિચિત્ર સિૃથતિ સર્જાઈ છે.બંને દેશો વચ્ચે થયેલી સહમતી પ્રમાણે દરરોજ 5000 યાત્રાળુઓ કરતારપુર સાહિબની મુલાકાત કરી શકશે. પાકિસ્તાને એક યાત્રાળુની 20 ડોલર એટલે કે લગભગ 1400 રૂપિયા જેવી ફી નક્કી કરી છે, પણ શરૂઆતના ઉદ્ધાટન સપ્તાહમાં એ ફી માફ કરવામાં આવશે એવી પણ જાહેરાત પાક.સરકારે કરી હતી.

દરમિયાન આ કોરિડોર અને યાત્રાળુઓની સુરક્ષા માટે પાકિસ્તાને અલગ પોલીસ ફોર્સ તૈનાત કરવાની પણ જાહેરાત કરી છે. પંજાબપ્રાંતના પોલીસ વિભાગના કહેવા પ્રમાણે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ચુનંદા 100 પોલીસ જવાનોની ટીમ બનાવવામાં આવી છે. એ ટીમને ટૂરિઝમ પોલીસ ફોર્સ એવું નામ અપાયું છે.આધુનિક હિથયારોથી સજ્જ અને વિશેષ તાલીમ પામેલાઆ પોલીસ જવાનોની ટૂકડી ભારતીય યાત્રાળુઓની સુરક્ષા સંભાળશે એવું પંજાબપ્રાંતના પોલીસ વિભાગના ઉચ્ચ અિધકારીઓએ જણાવ્યું હતું. પંજાબ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વધારે પોલીસ જવાનોને ખાસ તાલીમ આપીને આ ફોર્સમાં જોડવામાં આવશે. ટૂંક સમયમાં પોલીસ ફોર્સની સંખ્યા વધારીને યાત્રાળુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવશે.

સરકારે સિદ્ધુને કરતારપુર જવાની પરવાનગી આપી

નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના કરતારપુરની યાત્રા માટે સરકારની ત્રણ વખત પરવાનગી માગી હતી, આખરે સરકારે સિદ્ધુને પરવાનગી આપી હતી. કોંગ્રેસના નેતા સિદ્ધુએ કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં જવાની રાજનૈતિક પરવાનગી માગી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરને અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને સિદ્ધુએ લેખિતમાં અરજી કરી હતી. સિદ્ધુની અરજી પેન્ડિંગ રહી હતી. તે પછી સિદ્ધુએ સરકારને તેનું સ્ટેટ્સ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. આખરે સરકારે તેની પરવાનગી આપી દેતા સિદ્ધુ 9મીએ ઉદ્ધાટન સમારોહમાં જઈ શકશે. તે પહેલાં પાકિસ્તાને સિદ્ધુના વિઝા મંજૂર કરી દીધા હતા. એ સંદર્ભમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુએ કહ્યું હતું કે જો સરકાર તેને પરવાનગી નહીં આપે તો તે પાકિસ્તાન જશે નહીં, પણ જો અરજી પેન્ડિંગ રહેશે તો તે કરતારમાં યાત્રાળુઓની જેમ ચોક્કસ જશે. એ પછી આખરે સિદ્ધુની અરજી માન્ય રાખવામાં આવી હતી. ધારાસભ્ય હોવાના નાતે રાજનૈતિક પરવાનગી લેવી જરૂરી હોવાથી સિદ્ધુએ અરજી કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta

ફાયદાની વાત: વરસાદી સિઝનમાં નવું ઘર ખરીદવાનું તમારા માટે સારૂ રહેશે, આ 5 કારણો છે જે આપને અપાવશે સપનાનું ઘર

Pravin Makwana

ખતરો વધ્યો/ કોરોનાના ઘટતા કેસો વચ્ચે 4 રાજ્યોમાં ડેલ્ટા પ્લઝે દીધી દસ્તક, ત્રીજી લહેર આવી તો ભયંકર ખાનાખરાબી સર્જાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!