GSTV

હૈદરાબાદ ખાતે યોજાઈ ગઈ ઇન્ડિયન એરફોર્સ એકેડમીની પાસિંગ આઉટ પરેડ

Last Updated on June 20, 2020 by Bansari

હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન એરફોર્સ એકેડમીમાં 123 અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઇ.

19 મહિલા અધિકારીઓ પણ સામેલ

કુલ 123 અધિકારીઓમાં 19 મહિલા અધિકારીઓ પણ સામેલ છે. એકેડમીના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું કે કેડેટ્સના પરિવાજનો પાસિંગ આઉટ પરેડમાં સામેલ ન થયા. કોરોનાની મહામારીને કારણે કેડેટ્સના પરિવારજનોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં નહોતી આવી.

કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડની અધ્યક્ષતા કરી આર.કે. ભદૌરિયાએ

એર ચીફ માર્શલ આર.કે. ભદૌરિયાએ આ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડની અધ્યક્ષતા કરી. પરેડમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું. એર ફોર્સમાં સામેલ થનારા તમામ 123 કેડેટ્સે ચહેરા પર માસ્ક પહેરી પરેડમાં ભાગ લીધો.

તમામ ગતિવિધિઓ પર છે નજર

એરફોર્સ ચીફ એરમાર્શલ ભદૌરિયાએ જણાવ્યું હતું કે અમે LAC પર અને તેની પાર ચાલી રહેલી ગતિવિધિઓથી વાકેફ છીએ. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વાળવા માટેની તમામ તૈયારી થઇ ચુકી છે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!