GSTV
Gujarat Government Advertisement

રેલવે મુસાફરી કરવી હશે, પહોંચવું પડશે નવા સમય મુજબ

Last Updated on July 2, 2019 by

અતિવ્યસ્ત રહેતું અમદાવાદ રેલવે સ્ટેશન પર હવે તમે જશો તો એરપોર્ટ જેવો ભાસ થશે. મુસાફરોની સુરક્ષાને લઇ રેલવે પોલીસના ઉચ્ચ સત્તાધીશોએ હવે રેલવે સ્ટેશન પર મુસાફરોને ટ્રેનના ડિપાર્ચરના ત્રણ કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.

જેથી રેલવે સ્ટેશન પર અન્ય મુસાફરોની ભીડ દેખાશે નહી. આજે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પણ સુમસાન લાગતું હતું. રેલવે પોલીસના ઉચ્ચ સત્તાધીશોએ કરેલી બેઠકમાં જણાવ્યું કે રેલવે સ્ટેશન પર પાકીટ ચોર, મોબાઇલ ચોર, એજન્ટોની આવનજાવન પણ હોય છે.

પરંતુ રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સતત મુવમેન્ટથી રેલવે પોલીસ પણ થાપ ખાઇ જાય છે. જેના કારણે મુસાફરોની સુરક્ષાને લઇ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આમ હવે રેલવે સ્ટેશનની બહાર બેઠેલા મુસાફરો પણ બેસી શકશે નહી જો મુસાફરોની સાથે અન્ય સગાસંબંધીઓને લેવા મુકવા અવનજાવન કરવી હશે તો પણ તેમને પ્લેટફોર્મ ટિકિટ ફરજિયાત લેવી પડશે.

રેલવે પોલીસે આજથી પ્રાયોગિક ધોરણે મુખ્ય પ્રવેશ દ્વાર પર કર્મચારીઓનો ખડકી દેવાયા છે જે કડક રીતે રેલવે સ્ટેશન પર પ્રવેશ કરતા મુસાફરોની ટિકિટનું ચેકીંગ કરે છે જો ત્રણ કલાક પહેલા આવ્યા હશે તો તેમને પ્રવેશ કરવા દેવાશે નહી.

આમ એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર આ નિયમ લાગુ કરાતા આજે સ્ટેશન પર જે ખરેખર ટ્રેનોમાં મુસાફરી કરતા હોય તે પ્રવાસીઓ હોવાથી ખાલીખમ લાગતું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!