GSTV
Gujarat Government Advertisement

સારા સમાચાર: કિચનમાં કઈ રીતે બને છે તમારુ ખાવાનું ! રેલ્વે સ્ટેશનો પર બનતુ ખાવાનું હવે ઓનલાઈન જોઈ શકશો

Last Updated on September 18, 2020 by Pravin Makwana

દિલ્હી બાદ હવે કાનપુરના રેલ્વે સ્ટેશનને પણ આધુનિક બેસ કિચનની સુવિધા મળવા જઈ રહી છે. ઈંન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કાર્પોરેશન દ્વારા તેયાર કરવામાં આવી રહેલા આ કિચનમાં ખાવાનું બનાવવાથી લઈને પૈકીંગ થાય ત્યાં સુધીની પ્રક્રિયા મુસાફરો મોબાઈલ ફોન પર જોઈ શકશે. યાત્રિ IRCTCની વેબસાઈટ પર જઈને આ પ્રક્રિયા જોઈ શકશે.

બેસ કિચનમાં મશીનની મદદથી એક દિવસમાં લગભગ 10 હજાર લંચ પેકેટ તૈયાર કરવામાં આવે છે. યાત્રિઓને ગુણવત્તાયુક્ત ભોજન મળશે. ખાવાનું ટેસ્ટ કરવા માટે લેબની પણ વ્યવસ્થા હશે. સેન્ટ્રલ સ્ટેશનમાં કૈંટ સાઈડમાં તૈયાર થઈ રહેલા કિચનમાં ખાવાનું રિવર્સ ઓસ્મોસિસ પાણીથી ભોજન બનશે. જેના માટે RO પ્લાન્ટ પણ લગાવવામાં આવશે. કિચનમાં કાર્યાલયની સાથે સાથે પરાઠા, સ્ટોર, પૈંકિંગ અને ઘોવાનું પાંચ સેક્શન હશે.

આર્ટીફિશિયલ ઈંટેલીજેંસ કેમેરા દ્વારા બેસ કિચનની પ્રવિત પર નજર રાખી શકાશે. જો કોઈ કર્મચારી અથવા વ્યક્તિ માથૂ ઢાંક્યા વગર કિચનમાં પહોંચશે, તો તેનો સ્ક્રિનશોટ દિલ્હીમાં બેઠેલા અધિકારી સુધી આપોઆપ પહોંચી જશે.

આવી રીતે જોઈ શકશો

કિચનમાં ખાવાનું બનતુ અને પૈકીંગ જોવા માટે IRCTC ની વેબસાઈટ પર જઈને કિચનનું ઓપ્શન ખોલવાનું રહેશે. પેકિંગગ સેક્શનની વ્યાવસ્થા પારદર્શી હશે, જેથી પ્લેટફોર્મ પર લાગેલી LED સ્કિન પર યાત્રિઓ પણ તેને જોઈ શકે. તો વળી કિચનમાં બનાવેલા ખાવાનું જે વેસ્ટ નિકળશે, તેમાંથી ખાતર બનાવવામાં આવશે. જેના માટે વર્મી કંપોસ્ટ ખાતરનો પ્લાંટ પણ સાઈડમાં લગાવવામાં આવશે.

મુંબઈ, ચેન્નઈ, બેંગલૂરૂ, પટના, હાવડા અને દિલ્હીમાં આવા કિચન છે. આ બનવાથી ખાવાનું તો ગુણવત્તાયુક્ત બનશે, પણ વ્યવસ્થા પણ પારદર્શી થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

BREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!