આગામી મહીનામાં મોદી 2.0 સરકારનું બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટમાં નાણા મંત્રી દેશમાં રહેલી આર્થિક મંદીને ઘટાડવા અને સરકારની આવકને વધારવા માટે ઘણા ફેરફારો કરી શકે છે. આ વચ્ચે સમાચાર મળ્યા છે કે, એરપોર્ટ પર સ્થિત કર મુક્ત સ્ટોર પરથી આગામી દિવસોમાં વધારેમાં વધારે એક જ બોટલ દારૂ ખરીદી શકાશે. કારણ કે, સરકાર બિન જરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવા માટે આ મર્યાદા લગાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાણા મંત્રાલય 1 ફેબ્રુઆરીના રોજ રજુ થઈ રહેલા આગામી બજેટને ધ્યાનમાં રાખીને નાણા મંત્રી નિર્મલા સીતારમણને આ સલાહ આપી છે.

મંત્રાલયે કર મુક્ત સ્ટોર પરથી એક કાર્ટન સિગારેટ ખરીદવાની સુવિધાને પણ બંધ કરવાની સલાહ આપી છે. અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા છે કે, વિદેશમાંથી આવતા મુસાફરો એરપોર્ટ પર સ્થિત કર મુક્ત સ્ટોર્સ પરથી 2 લીટર દારૂ અને એક કાર્ટન સિગારેટ ખરીદી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં ઘણા દેશો આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધારેમાં વધારે 1 લીટર દારૂ ખરીદવાની મંજૂરી આપે છે અને હવે ભરત સરકાર પણ આ કાયદાને અપનાવી શકે છે. આ સલાહ તેટલા માટે અહમ થઈ જાય છે કે, સરકાર દેશમાં બિન જરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવાના વિવિધ ઉપાયો પર વિચાર કરી રહી છે.

સરકારનું માનવું છે કે, બિન જરૂરી વસ્તુઓની આયાતથી દેશના વેપારમાં ખોટનું પ્રમાણ વધારે રહે છે. ઉલ્લેખનીય છે કે, કર મુક્ત દુકાનમાંથી દેશમાં પ્રવેશ કરનાર વિદેશી મુસાફરો સામાન્ય રીતે લગભગ 50 હજાર રૂપીયા સુધીનો સામાન ખરીદી શકે છે અને તેના પણ મુસાફરને આયાત કર આપવો પડતો નથી.
નાણા મંત્રાલય ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવા માટે અને નિર્માણની વૃદ્ધિની ગતિને આગળ વધારવા માટે આગામી બજેટમાં કાગળ, બુટ-ચપ્પલ, રબરનો સામાન અને રમકડાઓ પર ટેક્સ વધારવાનો વિચાર કરી રહી છે. મંત્રાલયે ફર્નિચર, રસાણ, રબર, કોટેડ કાગળ અને પેપર બોર્ડ સહીત વિવિધ ક્ષેત્રોમાં 300થી વધારે સામાન પર સીમા ટેક્સ/આયાત ટેક્સના દરને તાર્કિત બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.
READ ALSO
- સ્માર્ટી સીટી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં તો સમસ્યા છે,પશ્ચીમમાં પણ શહેરીજનોની ફરીયાદ
- ખુશખબરી/ KCC હેઠળ લોન લેનાર ખેડૂતોને થશે મોટો ફાયદો, આ બેન્કમાં 90 ટકા સુધી વ્યાજ થશે માફ
- કામના સમાચાર/ આરબીઆઈનો 1.60 કરોડ રૂપિયા વળતરનો તમને તો નથી આવ્યોને મેઇલ, સરકારે જાહેર કરી આ ચેતવણી
- સેન્સેક્સ કે ગોલ્ડ/બંનેને 50 હજાર સુધી પહોંચવામાં લાગ્યા 21 વર્ષ, જાણો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન
- ગુજરાતીઓ લૂંટાયા/ માત્ર 32 હજારમાં આ લોકોને મળશે ફ્લેટ, 2015 પહેલાંનું જોઈશે માત્ર ચૂંટણીકાર્ડ