GSTV

અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન તૂટી પડ્યું : હેરાતથી આવી રહ્યું હતું દિલ્હી, 83 મુસાફરો હતા પ્લેનમાં

અફઘાનિસ્તનામાં એક યાત્રી વિમાન ક્રેશ થયું છે. સરકારની માલિકીની એરલાઇન્સ વિમાનમાં 83 લોકો સવાર હતા. ગઝની શહેરની ગવર્નર ઓફિસ તરફથી પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું- અરિયાના અફઘાન એરલાઇન્સનું બોઇંગ પ્લેન સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 1.10 વાગ્યે ગઝની પ્રાંતના દેહ યાક જિલ્લાના સડો ખેલ વિસ્તારમાં તૂટી પડ્યું છે. તાલિબાનના હથિયારબંધ લોકો હાલમાં આ ઘટનાસ્થળ પર જોવા મળી રહ્યાં છે. જેઓ વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વિસ્તાર તાલિબાનના નિયંત્રણમાં હોવાથી સરકારે સ્પેશ્યલ ફોર્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

જોકે, એરલાઇન્સના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે , એરિયાના એરલાઇન્સના વિમાનો કે જે રવાના થયા છે, તેઓ તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી ગયા છે. ” વિમાન જે ક્રેશ થયું છે તે એરિયાના એરલાઇન્સનું નથી.”

ગઝની પ્રાંતના અધિકારીઓ પ્રમાણે ટેક્નિકલ કારણોના લીધે વિમાન ક્રેશ થયું. તે પડ્યું તે સાથે જ આગ પકડી લીધી હતી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સરવર દાનિશે દુર્ઘટનામાં અમુક લોકોના મરવાની આશંકા દર્શાવી હતી. જે વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું છે તે વિસ્તાર વૈશ્વિક આંતકવાદી સંગઠન તાલિબાનનાં નિંયત્રણ હેઠળ છે. જેના પગલે અફઘાન સરકાર પણ ચિંતિંત બની છે. આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેની કોઈ વિગતો હાલમાં બહાર આવી રહી નથી. સરકારી પ્રશાસન હાલમાં આ અંગેની કાર્યવાહી કરી રહ્યું છે. ઇજાઓ અથવા જાનહાનિના કોઈ સત્તાવાર સંકેત નથી. એરિયાના અફઘાન એરલાઇન્સ એ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય વાહક છે. આ કાફલામાં બોઇંગ 737 અને એરબસ એ 310 બંને છે – 160-230 બેઠકોની ક્ષમતાવાળી એરલાઇન્સ છે.પ્રાંત તાલિબાનના નિયંત્રણ હેઠળ છે અને તેથી બચાવ ટીમોની સંભાવના માટે વાટાઘાટો કરવાની જરૂર પડશે.

અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી એરિયાના જણાવ્યા અનુસાર હેરત એરપોર્ટના અધિકારીના જણાવ્યા અનુસાર વિમાન એરિયાના અફઘાન એરલાઇન્સનું છે. જેમાં 83 લોકો સવાર હતા. જેને હેરાતથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ પહેલા 2005માં અફઘાનિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારે પશ્વિમ હેરાતથી કાબૂલ આવી રહેલું કૈમ એરલાઇન્સનું વિમાન હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. એરિયાના અફઘાન એરલાઇન્સનું એક બોઇંગ વિમાન સ્થાનિક સમય અનુસાર બપોરે 1:10 વાગ્યાની આસપાસ ગઝની પ્રાંતના દેહ યાક જિલ્લાના સડો ખેલ વિસ્તારમાં ક્રેશ થયું છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

IPL 2020: કેએલ રાહુલનો સ્કોર પણ પાર ન કરી શકી વિરાટ સેના, પાણીમાં બેસી જતાં 97 રને થઈ ભૂંડી હાર

Pravin Makwana

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!