GSTV

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

પાકિસ્તાનના Karachiમાં એક બસમાં અચાનક આગ લગતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. એક અધિકારીએ જણાવ્યું કે બસ હૈદરાબાદથી Karachi જઈ રહી હતી. દરમ્યાન કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ જેમાં બસમાં મુસાફરી કરી રહેલ લોકો માંથી 13 લોકોના મોત થયા.

Fire in Bus in Karachi Pakistan

આગ લાગતા બસ પલટી

આઇજી મોટરવે પોલીસ ડૉ. આફતાબ પઠાણએ જણાવ્યું કે Karachi જઈ રહેલ બસમાં કુલ 22 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આગ લાગવાને કારણે બસ પલટી ગઈ હતી.જેથી તમામ મુસાફરો બસમાં જ ફસાઈ ગયા હતા. દાઝી જવાને કારણે 13 લોકોના મોત થયા હતા. કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ એવા 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે ઘટનાસ્થળે બસના કાટમાળ માંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Pakistanમાં થોડા સમય પહેલા પણ બની હતી આગની ઘટના

અધિકારીએ આગળ જણાવ્યું કે બસ હૈદરાબાદથી 60 કિલોમીટર દૂર પહોંચી હતી તે દરમ્યાન તેમાં દુર્ઘટના ઘટી. બસમાં આગ લાગવાની સૂચના મળતાની સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ન્યુ કરાચી વિસ્તારમાં એક ચાલતી વાનમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના 6 લોકોના મોટ થઇ ગયા હતા. જેમાં 4 બાળકો પણ સામેલ હતા. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મહારાષ્ટ્રમાં ફરી એક વાર લગાવ્યું લોકડાઉન, હવે આ તારીખ સુધી લાગૂ રહેશે પ્રતિબંધો

Pravin Makwana

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ બનવાની ચીનની મંશા પર ભારતે લગાવ્યો બ્રેક, શીને ન હતો તેનો અંદાજ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!