GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

પુણેથી દિલ્હી જઈ રહેલ ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના પાયલટને પ્લેડ લેન્ડ કરાવવામાં તકલીફ પડી તો એક પેસેન્જરે પાયલટની મદદ કરી પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આ ઘટના 30 નવેમ્બરની છે.

મીડીયા રિપોર્ટ અનુસાર, આ જ ફ્લાઇટથી ઈન્ડિગોના એક બીજા કેપ્ટન પોતાની ડ્યૂટી પૂરી કરી દિલી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. આ કેપ્ટન પાસે કૈટ-3 બી પ્રશિક્ષણ અને ધુમ્મસમાં વિમાન ઉડાડવાનો પૂરતો અનુભવ હતો.

આ જ કારણે યાત્રીઓને અસુવિધા ન થાય એ માટે એરલાઇન્સના વહિવટી તંત્રએ યાત્રી પાયલટને વિમાન ઉડાડવા વિનંતિ કરી. ત્યારબાદ તે વિમાન ઉડાડી દિલ્હી પહોંચ્યા. આ બાબતે ઈન્ડિગોએ એક નિવેદન બહાર પાડ્યું છે.

શનિવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિજિબિલિટી ખૂબજ ઓછી હતી. એટલે જરૂરી એ હતું કે અહીં આવતી બધી જ ફ્લાઇટમાં CAT -3B ક્રૂ હોય. વિમાન નંબર 6E- 6571 માં જે કેપ્ટન હતા તે CAT-3B ટ્રેન્ડ નહોંતા. વિમાનના લેન્ડિંગમાં મોડું કરવાની જગ્યાએ વિમાનમાં યાત્રી તરીકે સફર કરી રહેલ ઈન્ડિગોના જ એક CAT IIIB પાયલટની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી યાત્રીઓને તકલીફ ન પડે. ક્રૂ બદલતાં પહેલાં બધાં જ મહત્વનાં અપ્રૂવલ લઈ લેવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનિય છે કે, યાત્રી પાયલટને સીધો કૉકપિટમાં પ્રવેશ આપવામાં નહોંતો અવયો, તેને પહેલાં બ્રીથ અનેલાઇઝર સહિત એ બધા જ મહત્વના ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું, જે ઉડાન પહેલાં પાયલટને આપવાના હોય છે.

આ સિવાય વિમાનના કેપ્ટન બદલવા માટે બધા જ પ્રકારની આંતરિક મંજૂરિઓ પણ લેવામાં આવી હતી અને તેમનું નામ રોસ્ટરમાં પણ ઉમેરવામાં આવ્યું હતું. જોકે આ યાત્રી પાયલટે યૂનિફોર્મ વગર પ્લેન ઉડાડ્યું હતું.

Related posts

માંડવી તાલુકાના આમલી ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા, વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

સુરત કમિશ્નર પહોંચ્યા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, જળબંબાકારની સ્થિતિના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ

Nilesh Jethva

તમારા ફોનમાં સેવ છે બેંક ડિટેલ તો તેને કરો ડિલીટ, આ વાયરસ ખાલી કરી દેશે એકાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!