GSTV
Home » News » પાસ નેતા અલ્પેશ કથિરીયા આજે સુરત કોર્ટમાં હાજર રહ્યો

પાસ નેતા અલ્પેશ કથિરીયા આજે સુરત કોર્ટમાં હાજર રહ્યો

વરાછા પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો તેમજ લોક- અપમાંથી અપશબ્દો બોલવા સહિત રાયોટિંગના ગુનામાં પાસ નેતા અલ્પેશની ધરપકડ કરવા વરાછા પોલીસે આજે લાજપોર જેલમાંથી કબ્જો મેળવી સુરત કોર્ટમાં હાજર કર્યો હતો. જોકે, જામીનલાયક ગુનો હોવા છતાં પોલીસ અલ્પેશને લઈ કોર્ટ લઈ આવી હતી. જ્યાં કોર્ટે વરાછા પોલીસની ઝાટકણી કાઢતા પ્રોડકશન પણ રદ્દ કર્યો હતો.

બીજી તરફ અલ્પેશે વરાછા પોલીસની કાર્યવાહીને પણ ગેરકાયદેસર ગણાવી સવાલો ઉઠાવ્યા હતાં. કોર્ટે પણ વરાછા પોલીસ સામે ગંભીર સવાલ ઉઠાવતા ટાંકયું હતું કે, જામીન લાયક ગુનો હોવા છતાં શા માટે કોર્ટમાં રજૂ કરવાની ફરજ પડી.

જોકે અલ્પેશની હાલ સરથાણા અને વરાછા કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને બે પૈકીના એકમાં જામીન પણ મળી ગયા છે. પરંતુ રાજદ્રોહ કેસમાં અલ્પેશને હજી પણ જેલવાસ ભોગવવું પડે તેમ છે. કારણ કે રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટના નિર્ણયને રદ્દ કરતી અરજીની હિયરિંગ ગુજરાત હાઇકોર્ટમાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ છે.

READ ALSO

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar