GSTV

‘પાસ’ દ્વારા ફરી આંદોલનના એંઘાણ : હાર્દિકની પત્નીએ કહ્યું, સમય આવશે ત્યારે આ બધાના સરનામાં બદલાવી નાંખીશુ

Last Updated on February 10, 2020 by

પાટીદાર અનામત આંદોલન સમિતિએ ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે. આ અંગે અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક બેઠક મળી જેમાં હાર્દિક પટેલની પત્ની પણ હાજર રહી. આ બેઠકમાં પાસે પોતાની આગામી રણનીતિ નક્કી કરી હતી. ગુજરાત પાસ કન્વીનરોની બેઠક યોજાઈ. પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આ બેઠક યોજાઈ. બેઠકમાં હાર્દિક પટેલને પડી રહેલ કાયદાકીય ગૂંચવણ અંગે ચર્ચા થઇ. હાર્દિક છેલ્લા ઘણા બધા દિવસથી ભૂગર્ભમાં છે ત્યારે આ બેઠકમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, નિખિલ સવાણી, ધાર્મિક માલવિયા, અને હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ સહીત તાલુકા જીલ્લાના કન્વિનરો હાજર રહ્યા હતા.

મિટીંગમાં પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસોને લઈને ચચાઁ કરવામાં આવી. અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી જેમાં ગુજરાતભરના પાસ કન્વીનરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સરકાર સામે આંદોલનની નવી રણનીતિ જાહેર કરાઇ હતી. ગુજરાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ રણનીતિ જાહેર કરતા કહ્યું હતું કે હાર્દિકના પત્નીને બહાર આવવું પડે એ આપણા માટે કમનસીબી છે. કેસો પાછા ન ખેંચવા હોય તો જાહેર કરે અમે આવકારી લેશું.
અમારી મુવમેન્ટમાં મંદી છે એટલે આ સરકાર તેજીમાં આવી છે. પાસ ટિમ આગામી સમયમાં રાજ્યભરમાં આવેદન પત્ર સાથે જ આંદોલન સમયે મધ્યસ્થી થયેલા આગેવાનોને મળશે.

અલ્પેશ કથીરિયાએ ચીમકી આપતા કહ્યું કે કેસો પરત નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલન કરાશે. હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ આ બેઠકમાં પહોંચી હતી. કિંજલે સરકાર પર આક્ષેપો કરતા કહ્યું હતું કે આપણો સમય આવશે ત્યારે આ બધાના સરનામાં બદલાવી નાંખીશુ. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા.

આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. મંતવ્ય બધાના ભલે અલગ હોય મંજિલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ – કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. પાસ કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે રાવણના ભાઈ વિભિક્ષણે રામને સાથ આપ્યો હતો. આપણા આગેવાનોએ સરકારને સાથ આપ્યો છે. અમારા કેસ પાછા નહિ ખેંચાય તો આગામી ચૂંટણી પહેલા થશે નવું આંદોલન. અને યાત્રાઓ સભા અને રેલીઓ થશે. છેલ્લા 1 વર્ષથી શાંત પડેલ પાસ ટિમ ફરી સક્રિય થઇ છે ત્યારે હવે તેને પહેલા જેવો સહકાર મળે છે કે નહિ તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!