GSTV
Ahmedabad Surat ગુજરાત

અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો, સુરત પોલીસ નથી કોઈ પણ સંજોગોમાં છોડવાના મૂડમાં

સુરત કોર્ટે રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કર્યા છે ત્યારે અલ્પેશ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીમાં છે પરંતુ કોર્ટે આદેશ સંભળાવ્યા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો છે. આથી પોલીસ ધરપકડ કરવા માટે તેને શોધી રહી છે. સુરત પોલીસે અલ્પેશના નિવાસસ્થાને પણ તપાસ કરી પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ સિવાય પાસના કાર્યકરો, આગેવાનોના ઘર અને સોસાયટી બહાર પોલીસ અને અધિકારીઓ ફરી રહ્યા છે પરંતુ હજુ અલ્પેશ હાથ લાગ્યો નથી.

અલ્પેશ સામે કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવાનો આક્ષેપ

સુરતના પોલીસ કમિશનરે કહ્યું છે કે જો અલ્પેશ હાઈકોર્ટમાં જશે તો તેઓ પણ હાઈકોર્ટમાં અપીલ કરશે. પોલીસ ગમે ત્યારે અલ્પેશની ધરપકડ કરી શકે છે. મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથીરીયાને શરતી જામીન આપ્યા હતા. અલ્પેશ સામે કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવાનો આક્ષેપ લાગ્યો હતો. રાજદ્રોહ કેસમાં શરત હતી કે અલ્પેશ કાયદાનું પાલન કરશે પરંતુ છેલ્લા દિવસોમાં અલ્પેશે તમામ શરતોનો ભંગ કર્યો હતો. વરાછા વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ બાઇક પાર્ક કરવા મુદ્દે અલ્પેશની અટકાયત કરી હતી. જે બાદ અલ્પેશે જેલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેફામ ગાળો આપી અભદ્ર વર્તન કર્યું હતું.

પોલીસે કોર્ટમાં અલ્પેશની સીડી રજૂ કરી

કોર્ટમાં અરજીની સુનાવણી વખતે અલ્પેશ દ્વારા જે અભદ્ર ભાષાનો ઉપયોગ અને વર્તન કરવામાં આવ્યું તેની સીડી પણ રજૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે કહ્યું છે કે આ ચુકાદો અન્ય આરોપી માટે ચેતવણીરૂપ રહેશે. અન્ય આરોપીઓને આ ચુકાદા પરથી શીખ મળશે કે શરતોનું કેવી રીતે પાલન કરવું જોઈએ. આ ઉપરાંત અલ્પેશ સરથાણા પોલીસ મથકમાં અન્ય ગુનામાં આરોપી છે. પોલીસ આ કેસમાં પણ તેની ધરપકડ કરશે.

Related posts

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi

LIVE! ગુજરાત ચૂંટણી/ હવે મતદાન માટે ગણતરીની મીનિટો બાકી, ઉમેદવારો દોડતા થયા

pratikshah

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV