GSTV

મોટા સમાચાર : પાસ આંદોલનમાં મૃતકના વારસદારને નોકરી આપશે ભૂપેન્દ્ર પટેલ સરકાર, કેસ પરત ખેંચાશે

Last Updated on December 6, 2021 by pratik shah

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓની બેઠક સફળ રહી. જેમાં સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે પાસ આંદોલનમાં મૃત્યુ પામેલા પરિવારને નોકરી આપવાની ખાતરી આપી છે. સાથે જ સરકારે તમામ પાટીદારો પરના થયેલા કેસો પરત લેવા બાંયધરી આપી છે.

સરકાર પાસે યાદી ન હોય તેવી વિગતો સરકારે માગી

સરકાર પાસે યાદી ન હોય તેવી વિગતો સરકારે માગી છે. 485 એફઆઈઆર થઈ હતી. જેમાં 228 રદ થઈ છે. બાકીની ફરિયાદ કોર્ટમાં છે. હાલ 140 ફરિયાદો પેન્ડિંગ છે. મુખ્યમંત્રી સાથે લગભગ 45 મિનિટ સુધીની બેઠકમાં ભૂતકાળની સરકારની ભૂલો અને મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. સંબંધિક અધિકારીઓ દુબઈ પ્રવાસે હોવાને કારણે તેમના આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક થશે.

Bhupendra Patel

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનન કેસ અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક પહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે,પાટીદાર આંદોલન દરમ્યાન 140 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જે પરત ખેંચવા માટે માગ કરવામાં આવી હતી. તો બીજી તરફ નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા મને કોઈપણ પ્રકારની ઓફર કરવામાં આવી નથી. આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, ઊંઝા ઉમિયાધામના પ્રતિનિધિ, પાસના નેતા અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે સરકારે કેટલાક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યા હતા. જે બાદ સરકારે આ કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેમ છતાં આ કેસ પાછા લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ પાટીદાર નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આખરે આ બાબતનો સુખદ નિવેડો આવ્યો છે.

READ ALSO

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!