GSTV

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Last Updated on June 14, 2021 by Dhruv Brahmbhatt

LJP માં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે સોમવારે સાંજે એક નવો વળાંક જોવા મળ્યો છે. લોકસભા અધ્યક્ષે LJP સાંસદ અને રામવિલાસ પાસવાનના નાના ભાઇ પશુપતિ પારસને LJP ના સંસદીય દળના નેતા તરીકે માન્યતા આપી છે. હવે પશુપતિ પારસ સત્તાવાર રીતે LJP ના સંસદીય દળના નેતા બની ગયા છે.

પશુપતિ પારસના નેતૃત્વમાં LJP ના છ સાંસદોમાંથી પાંચેય પાર્ટીમાં બળવો કર્યો છે. તમામે ચિરાગ પાસવાનને બાજુ પર મુકતા પશુપતિ પારસને પોતાના નેતા તરીકે પસંદગી કરી છે. આ પહેલાં પશુપતિ પારસ મીડિયા સમક્ષ આવ્યા અને પોતાની સ્પષ્ટતા આપી હતી.

This image has an empty alt attribute; its file name is pasupati-1024x683.jpg

મે કોઈ પાર્ટી તોડી નથી પરંતુ બચાવી છે – પશુપતિ પારસ

LJP ના અધ્યક્ષ ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસે કહ્યું કે, તેઓએ કોઈ પાર્ટી તોડી નથી પરંતુ બચાવી છે. તેઓ એકલતા અનુભવી રહ્યાં છે. તેમને ચિરાગ પાસવાનથી પણ કોઈ ફરિયાદ નથી. તેમણે કહ્યું કે, તેઓ NDA માં જોડાઈ રહેવા ઈચ્છતા હતાં અને હવે પાર્ટીનું અસ્તિત્વ બચાવવાનો સવાલ ઉભો થયો છે. તેઓએ JDU માં જવાની વાતને પણ ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, LJP ના પાંચ સાંસદોએ પાર્ટી સામે જ મોર્ચો ખોલ્યો હતો. પશુપતિ પારસની આગેવાનીમાં 5 સાંસદોએ JDU માં શામેલ થાય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ હતી.

21 વર્ષ બાદ પરિવારમાં તિરાડ

28 નવેમ્બર, 2000ના રોજ લોજપાની રચના થઈ હતી. રામવિલાસ પાસવાનના અવસાન બાદ ચિરાગને પુત્ર તરીકે ફાયદો મળ્યો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન ચિરાગે પોતાની જાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હનુમાન ગણાવ્યો હતો. પરંતુ એનડીએથી બહાર નીકળીને બિહાર વિધાનસભા ચૂંટણી લડવાને લઈને તેમના કાકા પશુપતિ કુમાર પારસ તેમનાથી નારાજ હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!