GSTV

મોદી સરકારની આ યોજનામાં હવે ખેડૂતોને પશુઓના મોત પર પણ પૈસા, આ રીતે કરો અપ્લાઈ

ખેડૂતો માટે પશુ અને ખેતી ત તેમની કમાણીનો એકમાત્ર રસ્તો છે. ખેડૂત પાકને કોઈપણ પ્રાકૃતિક વિપત્તિથી થતા નુકસાનથી બચાવવા માટે વીમો કરાવે છે, પરંતુ ધણી વખત ખેતી-કિસાનીનો આધાર માનવામાં આવતા પશુધનના વીમાં વિશે વિચારતા પણ નહી. બીમારી, મૌસમ અથવા દુર્ઘટનાથીથકી પશુની મોતથી એક ખેડૂતને વધારે નુકસાન થાય છે. પશુની મોતથી થતા નુકસાનની ચૂકવણી માટે સરકારની પશુધન વીમા યોજના છે. આ એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે જે દેશના 100 પસંદીદા જિલ્લામાં ક્રિયાન્વિત પણ કરવામાં આવી છે. આ યોજના દેશના 300 પસંદીદા જિલ્લામાં નિયમિત રૂપથી ચલાવવામાં આવી રહ્યો છે.

પ્રીમિયમનો એક મોટો ભાગ કેન્દ્ર અથવા રાજ્ય સરકારે ઉઠાવે છે

દૂધ આપનારી ગાય-ભેંસની કિંમતની વાત કરીએ તો આજના સમયમાં સારુ દૂધ આપનારી ભેંસની કિંમત લાખ રૂપિયાથી વધારે છે. તો ઘોડા-ઊંટની વાત કરીએ તો તેની કિંમત લાખો રૂપિયામાં હોય છે. તેથી જરૂરી છે કે, અન્ય સામાનની જેમ પશુધનનો વીમો કરાવવામાં આવે.

દરેક રાજ્યમાં હોય છે અલગ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પશુઓના વીમા માટે સમય-સમય પર અલગ-અલગ યોજનાઓ કાઢે છે. ખાસ વાત તો એ છે કે, પશુઓની વીમા માટે પ્રીમિયમનો એક મોટો ભાગ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર વહન કરે છે. દરેક રાજ્યમાં પશુઓનો વીમો પ્રીમિયમ અને કવરેજ રાશિ પણ અલગ-અલગ હોય છે. જેમ કે, ઉત્તરપ્રદેશમાં ગાય અથવા ભેંસના 50 હજાર વીમા કવરેજ માટે પ્રીમિયમ રાશિ પશુઓની નસ્લના આધાર પર 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી છે.

જાણો કેવી રીતે થશે પશુઓનો વીમો

  • ખેડૂતોને પોતાના પશુનુ ઈંશ્યોરેંસ કરાવવા માટે પોતાના જિલ્લાના પશુ ચિકિસ્તાલયમાં વીમા માટે જાણકારી આપવી પડશે. પશુ ડૉક્ટર સ્વાસ્થ્ય હોવા પર એક હેલ્થ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે.
  • પશુ ડૉક્ટર અને વીમા કંપનીના એજન્ટ ખેડૂતોના ઘર પર જઈ ત્યાં પશુના સ્વાસ્થ્ની તપાસ કરશે.
  • પશુનો વીમો કરાવવા દરમિયાન વીમા કંપની દ્વારા પશુના કાનમાં ટેગ લગાવવામાં આવશે.
  • ખેડૂત પોતાના પશુની સાથે એક ફોટો પણ લેવામાં આવે છે. ત્યારબાદ પોલીસી જાહેર કરવામાં આવે છે.

યોજનાની અંતર્ગત દેશી/સંકર દૂધવાળા પશુઓ અને ભેંસના હાલના બજાર ભાવે વીમો લેવામાં આવે છે. વીમા પ્રીમિયમ પર 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. ગ્રાન્ટનો આખો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. અનુદાનનો લાભ લાભાર્થી દીઠ 2 પ્રાણીઓ સુધી મર્યાદિત છે અને એક પ્રાણીનો મહત્તમ 3 વર્ષના સમયગાળા માટે વીમો લેવામાં આવે છે.

READ ALSO

Related posts

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

Bansari

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!