GSTV

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

Last Updated on October 24, 2021 by pratik shah

પશ્ચિમ બંગાળના ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત એવા માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બોમ્બ ધડાકાના પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો મળતી માહિતી મુજબ માલદા જિલ્લામાં સત્તાધારી ટીએમસી પાર્ટીના નેતા રફીકુલ શેખના ઘરે બોમ્બ બ્લાસ્ટ થયો… જેમાં રફીકુલ શેખનું આખુ ઘર ધ્વસ્ત થઈ ગયું.

ઘરમાં ગેરકાયેદસર રીતે બોમ્બ મુકવામાં આવ્યા

પોલીસનુ કહેવુ છે કે, ઘરમાં ગેરકાયેદસર રીતે બોમ્બ મુકવામાં આવ્યા હતા.કોઈ કારણસર આ પૈકીના બે થી ત્રણ બોમ્બ એક સાથે બ્લાસ્ટ થયા હતા.જેના પગલે ઘરના ચિંથરા ઉડી ગયા હતા.આસપાસના ઘરોના શેડ પણ ઉટયા હતા.આ વિસ્તારમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

જેના ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ટીએમસી નેતા ફરાર

બીજી તરફ જેના ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ટીએમસી નેતા ફરાર છે.પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી લીધી છે.બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી છે.

આ ઘર ટીએમસી નેતા રફીકુલનુ છે પણ ત્યાં કોઈ રહેતુ નથી.ઘણા સમયથી અહીંયા બોમ્બ બનાવવાનુ કામ ચાલુ હતુ.એવો પણ આરોપ છે કે, તોફાનો કરવા માટે અને તોડફોડ કરવા માટેની યોજનાન ભાગરુપે બોમ્બ બનાવાઈ રહ્યા હતા.

READ ALSO

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!