GSTV

પર્યુષણપર્વનો આવતીકાલથી પ્રારંભ, કોરોનાની મહામારીને લઈ તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ

જૈનોના પર્યુષણપર્વનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ કોરોનાની મહામારીને લઈ તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખી સરકારની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે પર્યુષણનાં પાવન પર્વ નિમિત્તે ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરાયું. તેમજ ઉપાશ્રય મંદિરોમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરાઈ હતી.

પાટણ શહેરમાં વ્યાપેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિલાજ ગ્રુપ પાટણ દ્વારા આયુર્વેદિક વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવેલા અને કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરતા ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.ત્યારે આવતીકાલથી શરૂ થતાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ નાં પાવન શુભારંભ ને ધ્યાનમાં રાખીને વિલાજ ગૃપ દ્વારા શહેરના પંચાસર જૈન દેરાસર સામે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ વિસ્તારમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ પણ કરી કોરોનાની સંક્રમણ અટકાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. ત્યારે વિલાજ ગ્રુપ પાટણ દ્વારા જ્યાં સુધી પાટણમાં કોરોના ની સંક્રમણ રહેશે ત્યાં સુધી આ આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

Nilesh Jethva

INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે રાતે આવી પહોંચશે ગુજરાત

Mansi Patel

કોરોના ભૂલથી પણ થાય નહીં ગુજરાતમાં એક હજારની વસતીએ એક જ છે ડોક્ટર, દેશમાં આ નંબરે છે ગુજરાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!