GSTV

પર્યટકો માટે આનંદના સમાચાર વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પની લઈ શકશે મુલાકાત!

Last Updated on September 28, 2021 by pratik shah

દેશભરના પર્યટકો હવે દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઈ શકશે.જોકે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તાશી ગ્યાલસને પહેલી ટુકડીને સિયાચિન બેઝ કેમ્પ માટે રવાના કરી હતી.

પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો

આ નિર્ણય પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.લદ્દાખ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ટ્વિટર એકાઉન્ટ પર આ જાહેરાત કરવામાં આવી હતી.જોકે સિયાચીન ગ્લેશિયરથી બેઝ કેમ્પ ખાસો દુર છે આમ છતા ટુરિસ્ટો માટે બેઝ કેમ્પની મુલાકાત લેવી પણ રોમાંચકારી અનુભવ સાબિત થશે.

લદ્દાખના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવે પ્રવાસીઓને જવાની છુટ

સુરક્ષાના કારણે અત્યાર સુધી બંધ રહેલા લદ્દાખના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવે પ્રવાસીઓને જવાની છુટ આપવામાં આવી છે.આવા કેટલાક વિસ્તારો ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી નજીક આવેલા છે.જ્યાં પણ હવે યોગ્ય પરવાનગી સાથે ટુરિસ્ટ જઈ શકશે.

READ ALSO

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!