પારૂલ યુનિવર્સિટી સ્થિત આજથી વાર્ષિકોત્સવનો દબદબાભેર પ્રારંભ

વડોદરાની વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સીટી ખાતે આજરોજથી વાર્ષિકોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ધૂમ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ડાન્સ પર્ફોમન્સ અને નાટક સહિતની વિવિધ રજુઆતો કરાઇ હતી.

તો પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અન્ય દેશના વિદ્યાર્થીઓએ પણ આ વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો છે. વિવિધ સંસ્કૃતિ ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં રંગાઇને સાંસ્કૃતિક પોશાક સાથે પારંપરિક નૃત્ય રજૂ કર્યા હતા. જેમાં વિદેશી વિદ્યાર્થીઓની કળાથી સૌ કોઇ અભિભૂત થયા હતા. વિદ્યાર્થીઓ વર્ષભર અભ્યાસમાં રત રહેતા હોય છે ત્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને આ પ્રકારના વાર્ષિક ઉત્સવથી પોતાની પ્રતિભા અને કૌશલ્યને દર્શાવી શકે છે. જેથી દર વર્ષે પારૂલ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter