GSTV
Home » News » જાણો એક જ ક્લિક પર વરસાદને કારણે દેશના રાજ્યોની પરિસ્થિતિ વિશે

જાણો એક જ ક્લિક પર વરસાદને કારણે દેશના રાજ્યોની પરિસ્થિતિ વિશે

દેશના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તર ભારતમાં મોનસૂન આવ્યા બાદથી જ ઘણાં રાજ્યમાં પૂરની સ્થિતિ છે. ઉત્તરાખંડની મોટાભાગની નદીઓમાં પૂરની સ્થિતિ છે. આસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થઈ ચુક્યા છે. ગૌહાટીમાં વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. તો વરસાદે પશ્ચિમ બંગાળના ઘણાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ ચુકી છે.

ઉત્તરાખંડના પિથૌરાગઢના માલપામાં પૂર આવવાને કારણે ઘણાં લોકો ફસાયેલા છે. ઉત્તરાખંડની એસડીઆરએફ દ્વારા નદીમાં ફસાયેલા લોકોને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. દહેરાદૂનના હવામાન વૈજ્ઞાનિક સકલાનીનું કહેવું છે કે સાતમી તારીખ સુધી તો વરસાદમાં ઘટાડો જોવા મળશે. પરંતુ આઠમી જુલાઈએ ફરીથી વરસાદ થવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશના ચંબાના ભરમૌરમાં અચાનક પાણી આવવાને કારણે માર્ગ બંધ થઈ ગયો હતો અને રોડ પર દશ લોકો ફસાયા હતા. બાદમાં તેમને જેસીબીની મદદથી બચાવવામાં આવ્યા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરના પુંછમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

આસામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે અત્યાર સુધીમાં 32 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગૌહાટીમાં વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. આસામના પાંચ જિલ્લાઓમાં પૂરને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે. બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાન તરફ આગળ વધી રહી છે. ઘણાં ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે. લગભગ પચાસ હજાર લોકો પૂરગ્રસ્ત બન્યા છે. ધીમાજી, લખીમપુર, બારપેટા, દિબ્રૂગઢ અને કરીમગંજ જિલ્લા પૂરની ઝપટમાં આવ્યા છે. આસામના કોકરાઝારમાં પણ વરસાદે તબાહી મચાવી રાખી છે. ગત કેટલાક દિવસોથી થઈ રહેલા મૂશળધાર વરસાદને કારણે આસામના ઘણાં ગામડા જળબંબાકાર છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી કરાઈ છે.

વરસાદને કારણે પશ્ચિમ બંગાળના ઘણાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. જલપાઈગુડી જિલ્લાના એક ગામમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વાહનોના પૈંડા પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. બાનરહાટમાં લગભગ દશ પરિવારો પૂરને કારણે અસરગ્રસ્ત બન્યા છે.

મહારાષ્ટ્રના પુણે સહીતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે મહાડ નજીક કેમ્બુર્લી ખાતે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિક અટકાવાયો છે. મુંબઈ-ગોવા હાઈવે પર વાહનોની કતાર જોવા મળી છે. તેની સાથે જ માર્ગને ફરીથી ચાલુ કરવા માટેની કામગીરી પણ શરૂ કરાઈ છે.

Related posts

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા માલગાડીનાં સાત ડબ્બા

Mansi Patel

દિલ્હી અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારને 19 લાખ રૂપિયાની સહાય અપાશે

Nilesh Jethva

ચોર લખીનો ગ્યો, બહુજ કંજૂસ છે તું, બારી તોડવાની મેહનત પણ નથી મળી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!