GSTV
Home » News » મંડપમાં ગુલાબજાંબુ ખલાસ ને બહાર ચપ્પલ ગાયબ જેવી ગુજરાત ભાજપના નેતાઓની દશા, જોખમાઈ રાજકીય કારકીર્દી

મંડપમાં ગુલાબજાંબુ ખલાસ ને બહાર ચપ્પલ ગાયબ જેવી ગુજરાત ભાજપના નેતાઓની દશા, જોખમાઈ રાજકીય કારકીર્દી

કોંગ્રેસ પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ પહેરનારાં પક્ષપલટુઓની દશા દયનીય બની છે. પેટાચૂંટણીમાં પક્ષપલટુઓને મતદારોએ જાકારો આપતાં હવે તો ભાજપ પ્રદેશના નેતાઓ પણ રાજકીય સબક શિખ્યા હોય તેમ લાગી રહ્યુ છે એટલે જ સંગઠનમાં પક્ષપલટુઓને સ્થાન મળે તેમ નથી. આ જોતાં પક્ષપલટુઓની રાજકીય કારર્કિદી જોખમમાં મૂકાઇ છે.

રાજ્યસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસના ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં ભરતી કરાઇ હતી પણ તેનાથી ય કોઇ ઝાઝો રાજકીય ફાયદો પહોંચ્યો ન હતો. આટલેથી અટકવાને બદલે ભાજપની પ્રદેશ નેતાગીરીએ વધુ પ્રયાસ કરીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેસરિયો ખેસ પહેરાવી કોંગ્રેસ મુક્ત ગુજરાતનો પ્રયાસ કર્યો.

પણ મતદારોએ બંનેને લીલા તોરણે ઘેર પાછા મોકલ્યા હતાં. કોંગ્રેસ માટે તો અલ્પેશ ઠાકોરનુ હારવુ સૌથી મોટો ફાયદો બની રહ્યો કેમકે,તકનો લાભ મેળવી ભાજપ સાથે સોદો કરીને બેઠેલાં કોંગ્રેસી ધારાસભ્યોને ય હવે પક્ષપલટુઓની કેવી દશા થઇ છે તેનો અંદાજ આવી ગયો છે.

ગુજરાત ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યુ છે. જિલ્લા-શહેર પ્રમુખોની નિમણૂંકો થઇ રહી છે.સંગઠનના માળખાની રચના થઇ રહી છે.પ્રદેશના માળખા ઉપરાંત વિવિધ સેલની રચના થવાની છે ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં કેટલાંય પક્ષપલટુઓ અત્યારે સંગઠનમાં સ્થાન મળે તે માટે રાજકીય લોબિંગ કરી રહ્યાં છે.

પણ પેટાચૂંટણીમાં પક્ષપલટુઓની દશા જોયા બાદ પ્રદેશ નેતાગીરી પણ હવે પાયાના કાર્યકરો તરફ જોતી થઇ છે પરિણામે પક્ષપલટુઓને સંગઠનમાં સૃથાન મળે તેવી શક્યતા ઓછી છે. આમ,પક્ષપલટુઓ માટે તો મંડપમાં ગયાં તો ગુલાબજાંબુ ખલાસને બહાર ગયાં તો ચપ્પલ ગાયબ થયાં જેવી દશા થઇ છે.

READ ALSO

Related posts

અમદાવાદ નજીક વિકસેલા આ ઈન્ડસ્ટ્રીયલ હબના કારણે જમીન અને જીવન બન્ને જોખમમા

Nilesh Jethva

મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પાસેથી રૂપિયા લેવાતા હોવાનો વીડિયો વાયરલ, તંત્ર અજાણ

Nilesh Jethva

સામાન્ય પરિવારમાથી આવતી ગુજરાતની આ બે દિકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી વગાડ્યો ડંકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!