GSTV

૨૦૧૯ના વર્ષનું પ્રથમ ખંડગ્રાસ સુર્યગ્રહણ થશે આ રવિવારે

Last Updated on January 2, 2019 by

વર્ષ-૨૦૧૯ના પ્રથમ રવિવારે ખંડગ્રાસ સુર્યગ્રહણ યોજાનાર છે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તો જે દેશોમાં ખંડગ્રાસ સુર્યગ્રહણ જોવા મળવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન હેતુ તૈયારી કરી હોવાનું જણાયું છે. નવા વર્ષ ૨૦૧૯ જાન્યુઆરીમાં પંદર દિવસમાં દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો અદભૂત અવકાશી નજારો બનવાનો છે.

શનિવાર-રવિવાર તા. 5 તથા 6 જાન્યુઆરીએ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જ્યારે સોમવાર તા. 21મી જાન્યુઆરીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત-અલૌકિક અવકાશી નજારો જોવા મળશે. રવિવારના ખંડગ્રાસ ગ્રહણના નજારા માટે ખગોળ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન રસિકો શનિવારથી અમેરિકા, અલાસ્કામાં માનવ કલ્યાણકારી સંશોધનો માટે પડાવ નાખવાની આખરી તૈયારીમાં છે. જ્યારે ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધ વેધાદિ નિયમો બનાવ્યા તે તદન અપ્રસ્તુત, અવૈજ્ઞાનિક સાબિત થાય છે.

સંવત 2075 માગસર કૃષ્ણપક્ષ અમાસને શનિવાર-રવિવાર તા. 5 તથા 6 જાન્યુઆરી-2019 ધન રાશિ અને પૂર્વાષઢા નક્ષત્રમાં થનાર આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ એશિયા, ઉત્તર પેસિફિક, દક્ષિણ પેસિફિક, દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ અલાસ્કામાં અદ્ભૂત અલૌકિક નજારો જોવા મળશે.

જોકે, વર્ષ-2019નું પ્રથમ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો જોવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે. વિદેશના લોકો આકાશે સાડાચાર કલાક સુધી અવકાશી નજારો જોઇ શકવાના છે. વૈજ્ઞાનિકોએ અમેરિકા-અલાસ્કામાં માનવ કલ્યાણકારી સંશોધનો માટે આખરી તૈયારી કરી લીધી છે તેમાં વિજ્ઞાનના ઉપકરણોથી પૃથ્વીની સજીવ સૃષ્ટિ ઉપર ગ્રહણના પ્રભાવની કેટલી અસરો પડે છે તે જાણવા સતત પ્રયત્નશીલ હોય છે. વિજ્ઞાને વર્ષોના વર્ષો પહેલા ગ્રહો કે ગ્રહણો માનવજીવન ઉપર કશી જ અસર થતી નથી તે સાબિત કરી આપ્યું છે.

Related posts

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!