GSTV
Home » News » મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ

મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ

હાઇ-વે ટોલનાકા પર ફાસ્ટટેગના અમલીકરણમાં વધુ એક મહિનાની રાહત અપાઇ છે. મહત્વનુ છે કે હજારો વાહનોને હજુ ફાસ્ટટેગ લાગ્યા નથી. આ તરફ ટોલ કર્મચારીઓ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે હજુ પણ ફાસ્ટેગ ફરજિયાતમાં એક મહિનાની રાહત અપાઇ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર પણ અમલીકરણની કવાયત હાથ ધરાઇ હતી.

મહત્વનુ છે કે ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ તેના વિનાનું વાહન જો ફાસ્ટેગની લાઇનમાં આવશે તો તે વાહનચાલક પાસેથી દંડ વસુલવામાં આવશે. મહત્વનુ છે કે કેટલાક વાહનચાલકો દ્વારા બેંકમાં ફાસ્ટેગ માટે અરજી કરવામાં આવી છે. આવા વાહનચાલકોને તેમનો ફાસ્ટેગનો વોલેટ આઇડી મળી ગયો છે.

ફાસ્ટેગના સ્ટીકર કુરિયરથી મળ્યા નથી. આવા વાહનચાલકો પણ ફાસ્ટેગની લાઇનમાં જઇ શકશે નહીં. ફાસ્ટેગનુ સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. કોઇ પણ વાહન પર લાગેલા ફાસ્ટેગની માન્યતા પાંચ વરસ સુધીની રહેશે. આ સમયગાળા દરમિયન તેને રિચાર્જ કરાવતા રહેવું પડશે. ફાસ્ટેગને નેટબેંકિંગ, ક્રેટિડ કે બિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે.

ટોલટેક્સ પર લાગી લાંબી લાઈનો

ફાસ્ટટેગ ફરજીયાતને લઈને સવારથી જ ટોલટેક્સ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ફાસ્ટટેગને લઈને અનેક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી જ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ સરકાર પર ઉભરો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે સરકારને લોકોને લાઈનમાં ઉભા રાખવાની ટેવ પડી ગઈ છે. લોકોને સરળ પડે તેવી સરકાર દ્વારા ક્યારેય કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

કડવા અનુભવ થયા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફાસ્ટેગ યુઝર્સને કડવા અનુભવ થયા છે. અને ફાસ્ટેગ રિચાર્જ સિસ્ટમમાં ધાંધિયા હોવાની રાવ ઉઠી છે. ઓનલાઈન રિચાર્જ કરાવવા છતાં જ્યારે વાહનચાલકો ટોલબુથે ફાસ્ટેગ બારકોડ સ્કેન કરવવા ઉભા રહ્યા. અને ત્યાં બેલેન્સ ન દર્શાવતા નારાજગી જોવા મળી. કેટલાક વાહન ચાલકોએ રૂપિયા 500નું ઓનલાઈન રિચાર્જ કરાવ્યુ તેમ છતાં બેલેન્સ દર્શાવ્યુ ન હતું. આ અંગે અધિકારીઓ 24 કલાક પહેલા જ ફાસ્ટેગ રિચાર્જ કરાવ્યુ હોય તો જ તેનો લાભ મળી શકે તેમ કહેતા જોવા મળ્યા. જોકે હાલ તો રિચાર્જ છતાં કેટલાય વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી.

Read Also

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!