GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ધોની, રોહિત અને વિરાટ કોહલીના કેપ્ટનશિપના ગુણો અને સફળતાનું રહસ્ય, જાણો પાર્થિવ પાસેથી

પાર્થિવ પટેલ ખુદ એક ચબરાક સુકાની છે. તેની આગેવાનીમાં ગુજરાતની ટીમે રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી વન-ડે અને મુસ્તાક અલી T-20 ટ્રોફી જીતેલી છે. પાર્થિવ પટેલ ભારત માટે ટેસ્ટ અને વન-ડે ઉપરાંત IPLમાં ઘણા સુકાનીઓના હાથ નીચે રમી ચૂક્યો છે. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે અને રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સે IPLના ટાઇટલ જીત્યા ત્યારે એ બંને ટીમમાં પાર્થિવ પટેલ રમ્યો હતો. તે વિરાટ કોહલીની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે પણ રમી ચૂક્યો છે. આમ આ ત્રણેય સુકાનીઓની કાબેલિયતથી તે પરિચિત છે. ધોની અને રોહિત શર્માને મિ. કુલ કહેવાય છે તો, કોહલી આક્રમક કેપ્ટનની હરોળમાં આવે છે.

ખેલાડીમાં શું કાબેલિયત છે

પાર્થિવ પટેલને આ ત્રણેયની ખૂબીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે મને લાગે છે કે કયા ખેલાડીની કેવી ક્ષમતા છે અને તેની પાસેથી કેવું પ્રદર્શન કરાવવું છે તે ધોની સારી રીતે જાણે છે. આપણે ખેલાડીના 100 ટકા યોગદાનની વાત કરીએ છીએ પરંતુ દરેક ખેલાડીના આ 100 ટકા અલગ હોય છે. આથી જ ધોનીને ખબર છે કે કયા ખેલાડીમાં શું કાબેલિયત છે. ધોની તેને તેની રીતે રમવા દે છે.

રોહિત શર્મા માસ્ટર છે

રોહિત શર્મા વિશે પાર્થિવે જણાવ્યું કે કેપ્ટન તરીકે તે સારી રીતે પ્લાનિંગ કરે છે. તે બોલર સાથે લાંબી મંત્રણા કરે છે. તેને ખબર છે પ્રાપ્ત થયેલી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ક્યા ખેલાડીનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવામાં રોહિત શર્મા માસ્ટર છે. મેન મેનેજમેન્ટમાં ધોની અને રોહિત બરાબરી પર આવે છે.

આક્રમક રહેવું પસંદ છે

કોહલી અંગે તેણે જણાવ્યું કે તે અલગ પ્રકારનો સુકાની છે. તે હંમેશાં આગળ રહેવાનું જ પસંદ કરે છે. તેને આક્રમક રહેવું પસંદ છે. આ તેની સ્ટાઇલ છે અને તે તેને માફક પણ આવે છે. ધોની અને રોહિત ડ્રેસિંગરૂમને શાંત રાખે છે જ્યારે વિરાટ હંમેશાં ઇચ્છે છે કે દરેક ખેલાડી હંમેશાં સજ્જ રહે.

READ ALSO

Related posts

કરજણના પૂર્વ ધારાસભ્ય કોરોના પોઝિટીવ, પ્રદેશ ભાજપના નિરીક્ષકોની મીટિંગમાં હતા હાજર

Harshad Patel

સુનિતા યાદવે સોશિયલ મીડિયા પર રજૂ કરી વાત, નવો ખુલાસા કરવાનો કર્યો દાવો

pratik shah

BCCIના કાર્યકારી સીઇઓ તરીકે હેમાંગ અમીનની વરણી, રાહુલ જોહરીનું લેશે સ્થાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!