GSTV

વાહ, ગુજરાતી ક્રિકેટરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૧,૦૦૦ રન પૂરા કર્યા, 19મી સદી ફટકારી

ગુજરાતના કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલે ગોવા સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં નોટઆઉટ ૧૧૮ રન ફટકારતાં ટીમને પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટે ૩૩૦ના સ્કોર પર પહોંચાડી હતી. પાર્થિવ પટેલની આ રણજી ટ્રોફીમાં ૧૯મી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૭ સદી હતી. જ્યારે આ ઈનિંગ દરમિયાન જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૧,૦૦૦ રનનો માઈલસ્ટોન પણ પાર કર્યો હતો.

11 હજાર રનનો માઇલસ્ટોન પાર કર્યો

આજની મેચ શરૃ થઈ ત્યારે પાર્થિવ પટેલ ૧૧,૦૦૦ ફર્સ્ટ ક્લાસ રનના માઈલસ્ટોનથી માત્ર ૧૨ જ રન દૂર હતો. તેણે કારકિર્દીની ૧૯૩મી ફર્સ્ટ ક્લાસ મેચની ૨૮૩મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. મીડલ ઓર્ડરમાં બેટીંગમાં ઉતરેલા પાર્થિવે ટીમને સ્થિરતા આપતાં ૧૫૬ બોલનો સામનો કરતાં ૧૫ ચોગ્ગા સાથે નોટઆઉટ ૧૧૮ રન નોંધાવ્યા હતા.

પાર્થિવ અને ભાર્ગવ મેરાઈની જોડીએ ૧૩૯ રન જોડયા

ઓપનર સમિત ગોહેલે ૫૨ તેમજ ભાર્ગવ મેરાઈએ ૮૪ રનનુ યોગદાન આપ્યું હતુ. પાર્થિવ અને ભાર્ગવ મેરાઈની જોડીએ ૧૩૯ રન ત્રીજી વિકેટમાં જોડયા હતા. ભાર્ગવ ૧૧૩ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૮૪ રન કરીને અમિત વર્માનો શિકાર બન્યો હતો.

આ પછી પાર્થિવ અને ચિરાગ ગાંધી (૪૦*)ની જોડીએ ૮૨ રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. અગાઉ ટોસ જીતીને ગુજરાતે બેટીંગ પસંદ કરી હતી. સમિત ગોહેલે ૧૦૭ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૫૨ રન કર્યા હતા. તેણે પ્રિયાંક પંચાલ (૨૮) સાથે ૬૪ અને ત્યાર બાદ ભાર્ગવ મેરાઈ સાથે ૪૩ રનની ભાગીદારી કરી હતી.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!