GSTV
Home » News » આ ટીમોની કપ્તાની કરશે પાર્થિવ પટેલ અને સુરેશ રૈના

આ ટીમોની કપ્તાની કરશે પાર્થિવ પટેલ અને સુરેશ રૈના

હાલ ભારતીય ટીમની બહાર ચાલી રહેલો સુરેશ રૈના આગામી 7થી 29 નવેમ્બર દરમિયાન કાનુપર અને લખનૌમાં રમાનાર દુલીપ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા બ્લૂ ટીમનો કપ્તાન રહેશે. રૈના ઓક્ટોબર 2015થી કોઇ વન ડે મેચ રમ્યો નથી અને તેને હાલ શ્રીલંકા સામે ચાલી રહેલી સિરીઝમાં પણ સામેલ કરાયો નથી ત્યારે દુલીપ ટ્રોફથી તેને વાપસીનો મોકો મળી શકે છે.

આ ટૂર્નામેન્ટમાં અન્ય ખેલાડીઓ પણ ભાગ લેશે. શ્રીલંકામાં ગાલે ટેસ્ટમાં રમનાર અભિનવ મુકુંદ પણ ઇન્ડિયા રેડ ટીમનુ સુકાન સંભાળશે. જ્યારે આ ટૂર્નામેન્ટમાં મુરલી વિજયને સામેલ કરાયો છે. મુરલી વિજય ઇન્ડિયા ગ્રીન ટીમ તરફથી રમશે, આ ટીમની આગેવાની પાર્થિવ પટેલ કરશે. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલીના હસ્તક્ષેપ બાદ બીસીસીઆઇએ કાલે દુલીપ ટ્રોફીને પુન: સ્થાપિત કરી છે. તેની બે મેચ કાનપુર અને બે લખનૌમાં રમાશે. પાંચ દિવસીય ફાઇનલ મેચ 25થી 29 સપ્ટેમ્બર દરમિયાન લખનૌમાં રમાશે.

ઇન્ડિયા રેડ ટીમ: અભિનવ મુકુંદ(કપ્તાન), પ્રિયાંક પંચાલ, સુદીપ ચેર્ટર્જી, ઇશાંક જગ્ગી, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, રિષભ પંત, બાબા અપરાજિત, કે ગૌતમ, કર્ણ શર્મા, બાસિત થમ્પી, ધવલ કુલકર્ણી, અશોક ડિંડા, રાહુલ સિહ અને સીવી મિલિંદ.

ઇન્ડિયા ગ્રીન ટીમ: પાર્થિવ પટેલ(કપ્તાન), મુરલી વિજય, આર. સમર્થ, પી. ચોપડા, શ્રેયસ એય્યર, કરુણ નાયર, અંકિત બાવને, શાહબાજ નદીમ, પરવેઝ રસૂલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાઝ, સિદ્વાર્થ કૌલ, મયંક ડાંગર, નીતિન સૈની અને અનિકેત ચૌધરી.

ઇન્ડિયા બ્લૂ ટીમ: સુરેશ રૈના(કપ્તાન), સમિત ગોહેલ, કે.એસ.ભરત, એઆર ઇશ્વરન, મનોજ તિવારી, દીપક હુડ્ડા, વિજય શંકર, ઇશાન કિશન, જયંત યાદવ, ભાર્ગવ ભટ્ટ, ઇશાંત શર્મા, અંકિત રાજપૂત. એસ.કામત અને જયદેવ ઉનડકટ.

Related posts

અનુષ્કા સાથે વિરાટે પણ કર્યુ કરવા ચોથનું વ્રત, ઈન્ડિયન ક્રિકેટ ટીમે આ રીતે કર્યું સેલિબ્રેશન

Arohi

સરફરાઝની પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હકાલપટ્ટી, આ ધાકડ ખેલાડીને સોંપાશે કમાન

Bansari

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!