હાલમાં ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયાના મોતને લઈને અફવા વહેંતી થઈ છે. જેમા સોશિયલ મીડિયા પર તેમના મોતના સમાચારને લઈને મેસેજો વાયરસ કરવામાં આવી રહ્યા છે. તો આ મામલે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાજલિ આપી દીધી હતી. જો કે બાદમાં તેમણે આ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી. આ અંગે તેમના પુત્ર હિતુ કનોડિયાએ પણ એક વીડિયો શેર કર્યો છે તેમા તેમણે લોકોને અફવા અંગે ધ્યાન ન આપવા અપીલ કરી છે. નોંધનિય છે કે 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ અક્ષરસ:
શ્રદ્ધાંજલિ કનોડા ગામના વતની, કનોડા ગામનું રતન, નવોદિત કલાકાર, ગુજરાતના મિલેનિયમ મેગા સ્ટાર, ગુજરાત સરકારના પૂવૅ ધારાસભ્ય, કનોડા ગામના લોકોના હૃદય સમ્રાટ, કનોડા ગામનું ગૌરવ એવા સ્વ. નરેશભાઈ કનોડિયાનુ આજે તા. 23 ને શુક્રવારે દુઃખ જ અવસાન થયું છે સમગ્ર ગામમાં અને રાજયમાં ન પુરાય તેવી ખોટ પડી છે. આ દુખ જ પ્રસંગે કનોડા પાટીદાર મિત્ર મંડળ, મહેસાણાના સવૅ પરીવારજનોની સદગતના આત્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે સદગતના દિવંગત આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબીજનોને તથા ગામને આધાત સહન કરવાની શક્તિ આપે… ઓમ શાંતિ શાંતિ શાંતિ.

હિતુ કનોડિયાએ અફવાને ફગાવી
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાને લઈને ચાલી રહેલી અફવાને તેમના પુત્ર હિતુ કનોડિયાએ ફગાવી દીધી છે..તેઓએ કહ્યુ છે કે, આપ સૌની પ્રાર્થના કામ કરી રહી છે. તેઓ સ્ટેબલ છે. અમદાવાદના યુએન મહેતામાં તબીબો સહિતના લોકો સારી સંભાળ લઈ રહ્યા છે. હિતુ કનોડીયાએ કહ્યુ કે, ખોટી અફવાથી ભરમાવવુ નહી. સોશિયલ મીડિયોનો દૂરઉપયોગ ન કરો અને માણસોની લાગણી દુભાય તેવુ કોઈ કામ ન કરો. ઉલ્લેખનિય છે કે, નરેશ કનોડિયા કોરોના સંક્રમિત બન્યા છે અને તેમની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
READ ALSO
- ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન
- ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા
- કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો
- કામનું/ હવે SBI ડેબિટ કાર્ડનો ગ્રીન પીન ઘર બેઠા કરી શકાશે જનરેટ, આ ત્રણ પ્રક્રિયા દ્વારા થઈ જશે તમારું કામ
- OMG! અશ્લિલ વીડિયો જોઈ આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, જજ પતિ સામે પરણિતાએ નોંધાવી શારીરિક શોષણની ફરીયાદ