પોપટ આપવા માંડ્યો એમેઝોન પર ઓર્ડર, માલકીને ઘરે આવી જોયું તો…

ઇંગ્લેન્ડના એક પોપટે પોતાના માલિકને જોરદાર ઝટકો આપ્યો છે. અત્યારે યુરોપમાં ક્રિસમસ રંગે ચંગે મનાવવામાં આવી રહી છે, પણ આ માલિકિનને પોપટે ક્રિસમસ મનાવવાના મૂડમાં નથી રહેવા દીધી. આફ્રિકા મૂળનો નિવાસી એવા આ પોપટનું નામ રેક્કો છે. આફ્રિકાના આ પોપટે એમેઝોન એલેક્સાનો ઉપયોગ કર્યો અને ઓર્ડર આપવા માંડ્યો. હવે થતું હશે કે આવું થયું કેવી રીતે. પોપટ કેવી રીતે એમેઝોન પર ઓર્ડર આપવા માંડ્યો.

એમેઝોનના એલેક્સાનો ઉપયોગ કરીને પોપટ એક પછી એક વસ્તુઓ મંગાવવા લાગ્યો. તેની પાછળનું કારણ પણ એેમેઝોનનું આ મશીન જ છે. આ મશીન જેવું બોલતું હતું તેવું જ પોપટ સાંભળીને કોપી કરી રહ્યો હતો. માણસોની જબરદસ્ત કોપી કરનાર આ પોપટે પણ એમેઝોનની મશીનની કોપી કરવાનું શરૂ કરી દીધું. અને લાગી ગયો એક પછી એક ઓર્ડર કોપી કરવા માટે.

રોક્કોએ કેટલી વસ્તુઓ મંગાવી તેની લિસ્ટ સાંભળશો તો આંખો પહોળી થઇ જશે. તેણે સ્નેક્સ, તરબૂચ, કિશમિશ, બ્રોકલી અને આઇસક્રિમનો ઓર્ડર કર્યો. આ સિવાય બલ્બ અને પતંગનો પણ ઓર્ડર કર્યો.

માલકિનને જ્યારે ખબર પડી કે પોપટે આ બધું મંગાવ્યું છે ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ઓફિસથી પરત ફરી તો લિસ્ટ જોઇને ચોંકી ગઇ હતી. એક રિપોર્ટમાં એમ પણ કહેલું છે કે, રેક્કોને પોતાની ખરાબ ભાષાના કારણે નેશનલ એનિમલ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટથી કાઢી મુકવામાં આવ્યો હતો. અને આજે એ જ ખરાબ ભાષાથી તેણે ઓર્ડરો આપી માલકીનને પરેશાન કરી દીધી.

જ્યારે પોપટને એનિમલ વાઇલ્ડ લાઇફથી બહાર કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે મૈરિઓન તેને ઘરે લઇ આવી. રેક્કો તોફાની છે, પણ શેઠાણીનું કહેવું તે માને છે. પ્રેમથી માને છે, પણ જ્યારે શેઠાણી ઘરથી ગાયબ થઇ જાય ત્યારે રેક્કો ઘરમાં પોતાની મનમાની ચલાવે છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ હું ઘરે જાઉં છું ત્યારે એ મારા માટે રોમેન્ટીક ગીત વગાડીને રાખે છે. આ સિવાય તો રેક્કોને નાચવું પણ પસંદ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter