Movie Review : દેશના ગૌરવની ગાથા છે જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પરમાણુ’

અભિષેક ષર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ પરમાણુ આજે એટલે કે 25મેના રોજ દેશભરમાં રિલિઝ થઇ ચુકી છે. 1998માં થયેલા પોખરણ પરિક્ષણ પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને ડાયના પેન્ટી લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. પરમાણુમાં જ્હોન એક ભારતીય સેના અધિકારીના પાત્રમાં છે. ફિલ્મમાં જ્હોનના અભિનય અને ડાયલૉગ ડિલિવરીથી દર્શકો ચોક્કસપણે ખુશ થઇ જશે. સાથે જ ડાયના પેન્ટીનો અભિનય પણ પ્રશંસાને પાત્ર છે. જો કે ફિલ્મની શરૂઆત તમને થોડી ધીમી લાગશે. તે પછી ફિલ્મનો ક્લાઇમેક્સ તમને જકડી રાખશે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. જો કે તે જોવુ રસપ્રદ રહેશે કે પરમાણુ દર્શકોના દિલ પર રાજ કરી શકે છે કે કેમ?

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો જ્હોન ભારતની જનતાના હિત અને દેશ માટે પરમાણુ પરીક્ષણ કરવા માંગે છે. જો કે અમેરિકા જેવો શક્તિશાળી દેશ ભારતને આ પરીક્ષણમાં સફળ થવા દેવા નથી માંગતો. આ પરીક્ષણને સફળ કરવા માટે જ્હોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાનો જીવ દાવ પર લગાવીને જ્હોન અને ડાયના આ મિશનને સફળતાપૂર્વક પાર પાડે છે.

ફિલ્મને પ્રેરણા અરોરાની પ્રોડક્શન કંપની ક્રિઅર્સ એન્ટરટેઇન્મેન્ટ અને જ્હોન અબ્રાહમની કંપની જેએન એન્ટરટેઇનમેન્ટે સાથએ મળીને બનાવી છે. બંને વચ્ચે નાણાંને લઇને વિવાદ પણ થયો હતો જેના કારણે ફિલ્મની રિલિઝ વિલંબમાં મુકાઇ હતી.

તાજેતરમાં જ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ સેલેબ્સે હાજરી આપી હતી અને સેલેબ્સે પણ ફિલ્મને પોઝીટીવ રિસ્પોન્સ આપ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter