GSTV

નોટબંધી મુદ્દે સંસદની આ સમિતિએ RBI ગવર્નર ઉર્જિત પટેલને 12 નવેમ્બરે બોલાવ્યા

Last Updated on October 28, 2018 by

સંસદની એક સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને સરકારના નોટબંધીના પગલા અંગે વધુ માહિતી લેવા માટે ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. આ સમિતિમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સભ્ય છે. વીરપ્પા મોઈલીની આગેવાનીવાળી નાણાં મામલાની સ્થાયી સંસદીય સમિતિ લગભગ બે વર્ષોથી આ મુદ્દા પર મંથન કરી રહી છે.

સરકારે 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરીને નવી 500 અને 2000ની નોટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. સમિતિની બેઠકની નોટીસ મુજબ, પટેલને 12 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાને લઈને અને તેના પ્રભાવો અંગે સમિતિના સભ્યોને માહિતી આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

આરબીઆઈના ગવર્નર નિયમન થાપણ યોજના બિલને પ્રતિબંધિત કરવા અને સંબંધિત મુદ્દા પર પણ સમિતિને માહિતી આપશે. સંપર્ક થતાં મોઈલીએ કહ્યું, ‘સભ્યો નોટબંધી અને ખાસ પ્રકારથી તેના પ્રભાવોને લઈને થોડી વધુ માહિતી અને વિવરણ ઈચ્છે છે. તેથી આરબીઆઈ ગવર્નરને બોલાવવામાં આવ્યા છે.’ તેમણે કહ્યું કે સંભવત: આ પ્રથમ તક છે, જ્યારે આરબીઆઈ ગવર્નરને એક જ મુદ્દા પર સમિતિ દ્વારા ત્રણ વખત બોલાવવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!