GSTV

પરસેવો છૂટ્યો / અમિત શાહનું સોશિયલ એકાઉન્ટ બ્લોક કરવું ભારે પડ્યું, એવા આકરા સવાલો પૂછાયા કે અધિકારીઓ જવાબ આપતાં ગેંગે ફેંફે થઈ ગયા

સંસદીય સમિતિ સમક્ષ હાજર થયેલા ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને ગુરૂવારે અઘરા સવાલોના જવાબ આપવા પડ્યા હતા. તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અકાઉન્ટ નંબર શા માટે બ્લોક કર્યો હતો. ગુરૂવારે મીટિંગનો ઉદ્દેશ્ય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા, સોશિયલ મીડિયા ન્યૂઝ પ્લેટફોર્મના દુરૂપયોગ રોકવા અને મહિલા સુરક્ષાથી સંબંધિત સૂત્રોએ જણાવ્યુ હતું કે, અધિકારીઓને સવાલ કરવામાં આવ્યો હતો કે, અમિત શાહનું અકાઉન્ટ શા માટે બંધ કરવામાં આવ્યુ હતું. આવુ કરવા માટે કોણે અધિકાર આપ્યો. જેના પર ટ્વીટરના અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, પોસ્ટ કરવામાં આવેલા એક ફોટા પર કોપીરાઈટ મામલાના કારણે તેમને અસ્થાયી રીતે અકાઉન્ટ પરથી બ્લોક કરવા માટે અમને મજબૂર કર્યા હતા.’

ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને ગુરૂવારે અઘરા સવાલોના જવાબ આપવા પડ્યા

માઈક્રો બ્લોગિંગ સાઈટના પ્રવક્તાએ કહ્યુ હતું કે, જ્યારે અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કર્યુ ત્યારે ટ્વીટરે કોપીરાઈટ પોલીસી અંતર્ગત અજાણ્યા પણ ખામીના રૂપમાં તેને જોતા આવુ કર્યુ હતું. જો કે, આ નિર્ણયને તાત્કાલિક ફેરવી દેવામાં આવ્યો હતો, અને અકાઉન્ટ ફરી વખત ચાલુ થઈ ગયુ હતું. હેટ સ્પીચ અને અમેરિકામાં કંટેટની આગેવાની હેઠળ તેને હટાવાને લઈને ભારે વિવાદના સંદર્ભ અમુક સભ્યોએ સવાલ કર્યો હતો કે, સોશિયલ મીડિયા કંટેટને કેવી રીતે હટાવી શકે છે. જ્યારે તેના વિરુદ્ધ ભારતમાં કોઈ નિયમ નથી.

તેના વિરુદ્ધ ભારતમાં કોઈ નિયમ નથી

ટ્વિટર અને તેની પેરેન્ટ કંપની, બંનેએ કહ્યુ હતું કે, કંટેટને લઈને તેમના ખૂબ આકરા નિયમો છે અને તે જરૂર પડતા આવા અકાઉન્ટને હટાવી પણ શકે છે, જેમાં ક્યાંય પણ હિંસાને ઉકસાવવા માટે પ્રોત્સાહન પુરા પાડે છે. આ નિયમને હાલમાં જ અમલમાં લાવવામાં આવ્યો છે, જેમાં વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલમાં હિંસા બાદ ટ્વીટરમાં (તત્કાલિન) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને બ્લોક કર્યુ હતું.

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

Pravin Makwana

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!