GSTV
Gujarat Government Advertisement

ઘૂસણખોરી/ રાહુલ-પવાર લદાખ જવા તૈયાર થતાં મોદી સરકાર ફસાઈ, આખરે આ પેંચ ફસાવ્યો

રાહુલ

Last Updated on February 16, 2021 by Bansari

ચીન સરહદે પૂર્વ લદાખના ગલવાન ખીણ અને પેનગોંગ સરોવર વિસ્તારની મુલાકાત લેવાના મુદ્દે મોદી સરકાર અને વિપક્ષો સામસામે આવી ગયા છે. મોદી સરકારે સંસદમાં નિવેદન આપેલું કે, ચીને ભારતની એક ઈંચ પણ જમીન પચાવી પાડી નથી સામે રાહુલ ગાંધીએ ચીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હોવાનો આક્ષેપ કરીને મોદી સરકાર જૂઠું બોલતી હોવાનો દાવો કર્યો હતો.

રાહુલ

રાહુલ ગાંધીએ ગલવાન ખીણ અને પેગોંગ સરોવર વિસ્તારની મુલાકાત લેવાની દરખાસ્ત મૂકાવી

રાહુલ ગાંધી સંરક્ષણ પરની સંસદીય કમિટીમાં સભ્ય છે. તેમણે પોતાના આક્ષેપને સાચો સાબિત કરવા માટે વિવાદના મૂળ એવા ગલવાન ખીણ અને પેગોંગ સરોવર વિસ્તારની મુલાકાત લેવાની દરખાસ્ત મૂકાવી હતી.

રાહુલ

શરદ પવાર અને સંજય રાઉત પણ કમિટીના સભ્ય

આ કમિટીના ચેરમેન તરીકે ભાજપના જુઆલ ઓરામ છે પણ શરદ પવાર અને સંજય રાઉત પણ તેમાં સભ્ય છે તેથી ઓરમે આ દરખાસ્ત સ્વીકારની પણ આ મુલાકાત મેના અંતમાં કે જૂનની શરૂઆતમાં લેવાનો મુદ્દો ઉમેરતાં વિપક્ષી સભ્યો નારાજ છે. તેમના મતે, મોદી સરકાર જૂઠું બોલે છે એ સાબિત કરવું હોય તો અત્યારે જ મુલાકાતની મંજૂરી આપવી જોઈએ. ત્રણ મહિના પછી ત્યાં જવાનો મતલબ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BREAKING: બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદની પોલીસે કરી ધરપકડ

pratik shah

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!