GSTV
India News ટોપ સ્ટોરી

સંસદમાં પહેલા દિવસે ગુંજ્યો સવાલ, ‘આખરે રાહુલ ગાંધી ક્યાં ?’

17મી લોકસભાના ચોમાસુ સત્રના આજથી શ્રીગણેશ થઈ ચૂક્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારો સાથે વાતચીત કરી હતી અને દેશને સંદેશો પાઠવ્યો હતો. તો બીજી તરફ સંસદમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા. તેમની શપથવિધિ દરમ્યાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ વચ્ચે સંસદમાં એ સવાલ પણ ઉઠ્યો હતો કે, રાહુલ ગાંધી ક્યાં છે ?

પહેલા દિવસે પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના સદનના નવ નિર્વાચિત સંસદ સભ્યોને શપથ લેવડાવી હતી. પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગેરહાજરી પક્ષ તથા વિપક્ષની આંખે ચડી ગઈ હતી. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે શપથ ગ્રહણ કર્યા બાદ પ્રોટેમ સ્પીકર પાસે સાઈન કરવા માટે પહોંચ્યા ત્યારે કેટલાક સાંસદોએ પૂછી લીધું હતું કે, આખરે ક્યાં છે રાહુલ ગાંધી

નવ નિર્વાચિત સરકારના સત્રના પહેલા દિવસે જ ગેરહાજર રહેલા રાહુલ ગાંધી પર ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. બીજેપીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ કહ્યું હતું કે, લોકસભા સત્રના પહેલા દિવસે જ રાહુલ ગાંધી હાજર ન રહ્યા. ભારતીય લોકતંત્ર પ્રત્યે શું આ જ એમનું સન્માન છે ?

Rahul Gandhi CWC

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વાયનાડના પ્રવાસ બાદ સીધા વિદેશ યાત્રા પર ચાલ્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સની માનવામાં આવે તો તેઓ લંડન ગયા છે. જો કે કોંગ્રેસ પાર્ટી તરફથી આ અંગેનું કોઈ પણ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. જો કે કહેવામાં એ પણ આવી રહ્યું છે કે રાહુલ ગાંધી આજે જ વિદેશ યાત્રાથી પરત ફરી સીધા સંસદમાં પહોંચશે.

READ ALSO

Related posts

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV