GSTV
Home » News » શપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં

શપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં

17મી લોકસભાની શરૂઆત થઈ ગઈ છે. સંસદ સત્રના શરૂઆતી બે દિવસ સાંસદોના શપથ ગ્રહણ માટે રાખવામાં આવ્યા છે. આ દરમિયાન લોકસભાનું ચિત્ર બિલકુલ અલગ દેખાયુ હતુ, મોટાભાગના સાંસદોએ નિયમો વિરૂદ્ધ જઈને શપથ પછી ધાર્મિક નારાઓ લગાવ્યા હતા. મોટા ભાગના સાંસદોએ જય શ્રી રામના નારાઓ લગાવ્યા હતા. ત્યાર પછી જવાબમાં અલ્લા હુ અકબરના નારાઓ પણ લાગ્યા હતા. ત્યાર પછી એ ચોખ્ખુ થઈ ગયુ કે શપથ ગ્રહણ એક ટ્રેલર છે અને આવનાર દિવસોમાં સંસદમાં મોર્ચાબંદી દેખાઈ હતી.

હકિકતમાં લોકસભામાં શપથ ગ્રહણ દરમિયાન ધાર્મિક ઓળખાણ સાથે જોડાયેલા નારા લગાવ્યા હતા. લોકસભામાં કેટલાંય સાંસદોએ શપથ પછી પોતાની વૈચારીક પસંદના નારાઓ લગાવ્યા તે કેટલાકે જયશ્રી રામ, જય મા કાલી, જય ભીમ, જય સમાજવાદ, રાધે રાધે, વાહે ગુરૂ દી ખાલસા, અલ્લાહુ અકબર અને સંવિધાન જીંદાબાદના નારાઓ લાગ્યા હતા. એક સાંસદે વંદે માતરમને ઈસ્લામ વિરૂદ્ધ જણાવ્યો. સ્પિકરે શપથ સિવાયની કોઈ પણ વાતને રેકોર્ડમાં ન લેવાનું જણાવ્યુ.

લોકસભામાં શપથ લેવા માટે જ્યારે પણ કોઈ સાંસદ આવી રહ્યાં હતા તો બીજેપી સાંસદ જય શ્રી રામના નારા લગાવતા. હેમા માલિનીએ શપથ લીધા પછી રાધે રાધેના નારા લગાવ્યા હતા. આ રીતે હરેક લોકોએ અલગ અલગ પ્રકારના નારાઓ લાગ્યા હતા.

લોકસભામાં સાંસદોએ શપથ ગ્રહણ દરમિયાન એવા દૃશ્ય પહેલીવાર જોવા મળ્યા હતા, જ્યારે શપથ પછી આટલી મોટી સંખ્યામાં સાંસદ ધાર્મિક નારા લગાવતા દેખાયા અને સોનિયા ગાંધીએ વિપક્ષી દળો સાથે મળીને સંસદમાં સરકારને ધેરવાની રણનીતી બનાવી.

READ ALSO

Related posts

તાપસી પન્નુની ‘થપ્પડ’ના પડ્યા પડઘા, પહેલા જ દિવસે હલાવી દીધુ બોક્સ ઓફિસ

Arohi

આજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક, રામલલા હંગામી બિલ્ડીંગમાં સ્થાળાંતરણ થશે !

Mayur

ઉત્તરપ્રદેશ સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલશે, આ વખતે આ જિલ્લો આવ્યો છે અડફેટે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!