GSTV

દેશની એક-એક ઈંચ જમીન પર રહેતા ઘુસણખોરોને બહાર કાઢીશું: ગૃહમંત્રી અમિત શાહ

આસામ સહિત દેશના વિભિન્ન હિસ્સાઓમાંથી ઘુસણખોરોને બહાર કાઢવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યું કે દેશની ‘ઇંચ-ઇંચ જમીન પરથી ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખીને તેમનો દેશનિકાલ કરવામાં આવશે. ‘ શાહે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં આ વાત કહી.

તેમણે રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (NRC)ની ચર્ચા કરતાં કહ્યું કે આ અસમ કરારનો હિસ્સો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ સત્તારૂઢ પાર્ટી જે ઘોષણાપત્રના આધારે ચૂંટાઇ આવી છે તેમાં પણ આ વાત કરવામાં આવી છે.

શાહે કહ્યું કે, દેશની ઇંચ-ઇંચ જમીન પર જે ગેરકાયદેસર પ્રવાસી રહે છે, અમે તેની ઓળખ કરીશુ અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમનો દેશનિકાલ કરીશું. શાહે આ વાત સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાનના આ પૂરક પ્રશ્નના જવાબમાં કહી કે શું જે રીતે આસામમાં એનઆરસી લાગૂ કરવામાં આવી રહ્યું છે, સરકારની યોજના તેને દેશના અન્ય રાજ્યોમાં પણ તે જ રીતે લાગૂ કરવાની છે.

તેમણે જણાવ્યુ હતુ કે, દેશની એક-એક ઈંચ પર રહેતા ઘુસણખોરોને દેશમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતમાં ઘુસણખોરી કરનાર વિરૂદ્ધ આંતરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કાર્યવાહી સરકાર કરશે. અમિત શાહે વધુમાં કહ્યુ કે, ભાજપના ઘોષણા પત્રમાં NRCનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી તેના પર સરકાર દ્વારા કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે.

અમિત શાહે આ પ્રકારનો જવાબ સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને પૂછ્યા બાદ આપ્યો. જાવેદ અલી ખાને સરકારને સવાલ કર્યો કે, સરકાર NRC જેવુ કોઈ અન્ય રજિસ્ટર લાગુ કરવા માગે છે. અને જો સરકાર આ રજિસ્ટરને લાગૂ કરવાની તૈયારી કરી રહી હોય તો કે કયાં રાજ્યમાં લાગૂ કરશે.

Read Also

Related posts

PM મોદી :કોરોનાવાયરસને નાબૂદ કરવા ઘણા કડક નિર્ણયો લીધા, તે માટે દેશવાસીઓની માફી માંગુ છું

pratik shah

સિંગાપુરમાં 1 વર્ષની નાની બાળા બની કોરોનાગ્રસ્ત, નવા 72 કેસમાં 2 ભારતીય લોકો

Karan

કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારીનું મોત, 3 દિવસમાં તોડ્યો દમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!