GSTV

વિદેશી ભંડોળ કાયદામાં સંશોધન કરવા સંસદે આ બિલને આપી મંજૂરી, હવે NGO રજિસ્ટ્રેશન માટે આધાર પણ જરૂરી

વિદેશી સહાયતાનો દુરૂપયોગ રોકવા માટે સરકારે વિદેશી અંશદાન વિનિમય અધિનિયમ (FCRA) માં સંશોધનના બિલને લોકસભા બાદ રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યુ છે. આ સંશોધનમાં વિદેશી સહાયતા મેળવનાર ગેર સરકારી સંગઠનોના પદાધિકારીઓ માટે આધાર ફરજીયાત કરી દેવામાં આવ્યુ છે. તે સિવાય તેમાં સરકારી અધિકારીઓ માટે વિદેશી ધન લેવા પર પૂર્ણ રીતે રોક લગાવવાની પણ જોગવાઈ છે. આ બિલ પેશ કરતા રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ હતુ કે, વિદેશી સહાયતા અને તેના ઉપયોગમાં પારદર્શિતા લાવવા માટે આ સંશોધન જરૂરી છે. તમને જણાવી દઈએ કે, FCRA ની હેઠળ નોંધણી NGO ને 2016-7 અને 2018-19 ની વચ્ચે 58 હજાર કરોડ રૂપિયાથી વધારેનું વિદેશી ફંડ મળે છે. આ સમયે દેશમાં લગભગ 22,400 NGO છે.

FCRA માં સંશોધન સાથે જોડાયેલી જરૂરી વાતો

FCRA માં પ્રસ્તાવિત સંશોધનમાં NGO માટે વિદેશી સહાયતથી મળેવી રકમથી ઓફિસના ખર્ચની સીમા ઘટીને 20 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે, NGO ને વિદેશી સહાયતાનો 80 ટકા ખર્ચ તે કામમાં કરવાનો રહેશે જે માટે વિદેશી ધન આપવામાં આવ્યુ છે.

સરકાર બેન્કની એવી શાખાઓની યાદી જાહેર કરશે

તે સાથે જ સરકાર કોઈ NGO ના FCRA લાઈસન્માં ત્રણ વર્ષ માટે નિલંબિત કરવા સિવાય તેને નિરસ્ત પણ કરી શકે છે. આ સંશોધન બાદ દેશમાં હવે કોઈપણ NGO માત્ર દિલ્હી સ્થિત સ્ટેટ બેન્કની જ શાખામાં વિદેશી સહાયતા પ્રાપ્ત કરી શકશે. સામાન્ય રીતે તો દૂરદરાજ વિસ્તારામાં કામ કરનાર NGO માટે સ્થાનિક બેન્કમાં ખાતુ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકાર બેન્કની એવી શાખાઓની યાદી જાહેર કરશે.

વર્ષ 2011માં લાગુ કાયદામાં બે વખત કરવામાં આવ્યુ છે સંશોધન

વિદેશી યોગદાન બિલ 2010ના લોકો અથવા એસોસિએશન અથવા કંપનીઓ માટે વિદેશી ભંડોળના વપરાશને નિયમિત કરવા માટે લાગુ કરવામાં આવ્યુ છે. જે હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચાડનારી કોઈપણ ગતિવિધિ માટે વિદેશી યોગદાન લેવા અથવા વપરાશ કરવા પર મનાઈ છે. આ કાયદો 1 મે 2011ના રોજ લાગુ થયો છે. બે વખત તેમાં સંશોધન થઈ ચૂક્યુ છે. નાણાકિય કાયદાની ધારા-236 થકી પ્રથમ સંશોધન થયુ છે. ત્યારબાદ નાણાકિય કાયદા 2018ની ધારા0-220 થકી બીજુ સંશોધન કરવામાં આવ્યુ છે.

સરકારી અધિકારી અથવા વિભાગ નહી લઈ શકે વિદેશી યોગદાન

આ સંશોધન બિલમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશી નાગરિક હોવા પર પાસપોર્ટની એક પ્રતિ અથવા OCI કાર્ડની પ્રતિ આપવી જરૂરી રહેશે. જેમાં લોક સેવક અને સરકાર અથવા તેના નિયંત્રણવાળી નિગમને આવા જ એકમની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જે વિદેશી અનુદાન મેળવી શકશે નહી. સરળ શબ્ગોમાં સમજીએ તો કોઈપણ સરકારી વિભાગ અથવા અધિકારી વિદેશી યોગદાન લઈ શકશે નહી.

READ ALSO

Related posts

ફેસબુક કરી છે પોતાની પ્રાઈવસી પોલિસી પર કામ, પબ્લિક ગ્રુપમાં કર્યો આ બદલાવ

Dilip Patel

મહેબૂબા સાથે બેઠક બાદ ફારુક અબ્દુલ્લા બોલ્યા, અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી

Dilip Patel

દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ, “ફ્રી કોરોના રસી પર દરેક ભારતીયનો છે અધિકાર”

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!