GSTV

હવે RBIની નજર હેઠળ આવશે સહકારી બેંકો, વિધેયકને મળી સંસદમાં મંજુરી

લોકસભા બાદ રાજ્યસભાએ મંગળવારે બેંકિંગ રેગ્યુલેશન બિલ 2020 માટે પણ મંજૂરી આપી દીધી હતી. હવે આ નવા કાયદા હેઠળ દેશભરની તમામ સહકારી બેંકો આરબીઆઈની દેખરેખ હેઠળ કામ કરશે. વાસ્તવમાં, બેંકિંગ રેગ્યુલેશન બિલ 2020 રાજ્યસભામાંથી પસાર થઈ ગયું છે. આ કાયદાનું રૂપ આપવા માટે ખરડો હવે રાષ્ટ્રપતિને સહી માટે મોકલવામાં આવશે. આ બિલને લોકસભા દ્વારા ગયા અઠવાડિયે જ મંજૂર કરાયું હતું.

રાજ્યસભામાં આ ખરડો પસાર થયા પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે થાપણદારોના હિતોની રક્ષા માટે આ બિલમાં આ સુધારો લાવવામાં આવ્યો છે. હવે દેશની તમામ સહકારી બેંકો આરબીઆઈ હેઠળ રહેશે, જેથી પીએમસી બેંક જેવા કૌભાંડો ન થાય. વાસ્તવમાં, દેશમાં સહકારી બેંકોની સતત કથળતી આર્થિક સ્થિતિ અને કૌભાંડના કેસો સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. સહકારી બેંકોને રિઝર્વ બેંક હેઠળ લાવવા કેન્દ્ર સરકારે જૂનમાં વટહુકમ બહાર પાડ્યો હતો.

બેંકિંગ રેગ્યુલેશન બિલ હેઠળ હવે દેશની તમામ સહકારી બેંકોના નિયમો અને કાયદાઓ કમર્શિયલ બેન્કો જેવા જ રહેશે. અગાઉ સહકારી બેંક સહકારી મંડળના નિયમો હેઠળ ચાલતી હતી. પરંતુ હવે આ બેંકો સંપૂર્ણપણે આરબીઆઈના દાયરામાં આવશે. હવે 1,482 શહેરી અને 58 મલ્ટિસ્ટેટ સહકારી મંડળ આરબીઆઈના નિયંત્રણમાં આવશે. આ કાયદો લાગુ થયા પછી, આરબીઆઈ પાસે કોઈ પણ સહકારી બેંકના પુનર્ગઠન અથવા મર્જરનો નિર્ણય લેવાની સત્તા રહેશે.

READ ALSO

Related posts

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!