સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થશે અને એક ફેબ્રુઆરી સુધી નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે.
બજેટ સત્રની બેઠક 29 જાન્યુઆરીના રોજ સંસદના કેન્દ્રીય ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે. કોવિંદ 29 જાન્યુઆરીના રોજ 11 કલાકે સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યાર બાદ એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
લોકસભા સચિવાલય તરફથી મળતી માહિતી મુજબ જોઈએ તો, બજેટ સત્ર નિયમો પ્રમાણે બે ભાગમાં યોજાશે. પ્રથમ ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. જ્યારે બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોઈએ તો, કોરોના મહામારીથી બચવા માટે સરકારે આપેલા દિશાનિર્દેશોનું પણ પાલન કરવું પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે કેન્દ્ર સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નથી બોલાવ્યું. ચોમાસુ સત્રનો સમયગાળો પણ ટૂંકાવી દીધો હતો. કારણ કે, આ દરમિયાન કેટલાય સાંસદો અને મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
READ ALSO
- બમ્પર કમાણીની તક/ નોકરી-ધંધાનો વિચાર પડતો મૂકી કરો મોતીની ખેતી, બસ કરવું પડશે આ કામ
- રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી
- હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ
- 15 વર્ષે છોકરીએ મેડિકલ ટેસ્ટ કરાવતા થયો ચોંકાવનારો ખુલાસો, તમે પણ હકીકત સાંભળી સ્તબ્ધ થઇ જશો
- Bank Holiday: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બંધ રહેવાની છે બેંકો, આ તારીખો જોઈને કરજો પ્લાનીંગ