GSTV

સડકથી લઈને સંસદ સુધી વિરોધ: રાજ્યસભામાં વિપક્ષનું હલ્લાબોલ, સદનની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત

Last Updated on July 22, 2021 by Pravin Makwana

પેગાસસ જાસૂસી મામલાને લઈને સંસદનું ચોમાસું સત્રના પહેલા બે દિવસ ભારે હોબાળાવાળા રહ્યા છે. રાજ્યસભામાં મંગળવારે થોડી વાર કાર્યવાહી ચાલ્યા બાદ કોરોના પર ચર્ચા શરૂ થઈ. જો કે વિપક્ષે આ દરમિયાન કાર્યવાહી સ્થગિત કરાવી. પહેલા બે દિવસ રાજ્યસભા અને લોકસભામાં કામ થયુ નહીં અને બકરી ઈદની રજા બાજ આજે સંસદનો ત્રીજો દિવસ છે. આજે પણ વિપક્ષે પેગાસસ, મોંઘવારી અને કોરોના સહિત કેટલાય મુદ્દા પર સરકારને ઘેરી શકે છે. તો વળી આજે જંતર-મંતર પર ખેડૂતો સંસદના ધરણાં કરી રહ્યા છે.

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ સતત સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. ગુરૂવારે સંસદનું સત્ર શરૂ થયું તે પહેલા કોંગ્રેસના સાંસદોએ ગાંધી મૂર્તિ પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતું જેમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. 

ખેડૂત આંદોલનકારીઓ આજે જ કૃષિ કાયદાના વિરોધમાં જંતર મંતર ખાતે ધરણા પર બેઠા છે, ખેડૂતો ત્યાં એક સંસદનું આયોજન કરશે. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે. 

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે 3 કૃષિ કાયદા બનાવવામાં આવ્યા હતા જેનો અનેક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે આજથી પ્રદર્શનકારીઓ જંતર-મંતર ખાતે ભેગા થઈ રહ્યા છે. 

કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણેય કાયદા પાછા ખેંચી લેવા માગણી કરી રહી છે. સંસદના બંને સદનોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ સત્રમાં મુખ્યત્વે પેગાસસ જાસુસી કેસને લઈ હોબાળો થઈ રહ્યો છે અને સાથે જ કૃષિ કાયદાને લઈ પણ હંગામો ચાલે છે. 

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!