GSTV

સરકાર સંસદમાં-વિપક્ષ બારણે: સંસદના ચોમાસું સત્રમાં ફક્ત 18 કલાક કામ થયું, પ્રજાના 133 કરોડ રૂપિયાનો ધૂમાડો

Last Updated on August 1, 2021 by Pravin Makwana

સંસદનું ચોમાસુ સત્ર પેગાસસ જાસૂસીના મુદ્દે અવળે પાટે ચડી ગયું. વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકારનો બરાબરનો ઘેરાવ કર્યો છે. જો કે સરકારની સ્થિતી પાડા પર પાણી નાખવા જેવી છે. સરકાર ટસની મસ થવા તૈયાર નથી. જો કે વિપક્ષ આ વખતે આકરા પાણીએ ચોક્કસ દેખાઈ રહી છે. સંસદમાં હોબાળો થતાં સંભવિત 107 કલાકમાંથી ફક્ત 18 કલાક કામ થયું છે. જેને લઈને પ્રજાના લગભગ 133 કરોડ રૂપિયાનું આંધણ થઈ ગયું છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચોમાસુ સત્ર 19 જૂલાઈએ શરૂ થયું હતું.જે 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. સૂત્રોનું માનીએ તો આ સત્રમાં અત્યાર સુધીમાં 89 કલાક વેસ્ટ ગયા છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યસભામાં નિશ્ચિત સમયમાંથી 21 ટકા કામ થયું છે. જ્યારે લોકસભામાં ફક્ત 13 ટકા કામ થયું છે.

લોકસભામાં સંભવિત 54 કલાકમાંથી ફક્ત 7 કલાક કામ થયું

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં સંભવિત 54 કલાકમાંથી ફક્ત 7 કલાક જ કામ થયું છે. જ્યારે રાજ્યસભામાં સંભવિત 53 કલાકમાંથી 11 કલાક કામ થયું છે. અત્યાર સુધીમાં સંસદમાં સંભવિત 107 કલાકમાંથી ફક્ત 16.8 ટકા એટલે કે 18 કલાક કામ થયું. હોબાળા કારણે જનતાને લગભગ 133 કરોડ રૂપિયાનો તેમા ખર્ચ આવ્યો છે.

વિપક્ષી પાર્ટીઓએ લોકસભા અને રાજ્યસભામાં પેગાસસ જાસૂસી મામલે, કૃષિ કાયદા અને અન્ય મુદ્દા પર ભાજપના લાલઘૂમ થઈ છે. વિપક્ષના હોબાળા છતાં પણ લોકસભામાં પાંચ બિલ પાસ થઈ ગયા છે. રાજ્યસભામાં આ બિલ પાસ થવાના બાકી છે. તો વળી સરકાર અને વિપક્ષ એક બીજાને હોબાળા માટે જવાબદાર ઠેરવી રહી છે, જનતા ટીવી સામે બેસીને બધું જોઈ રહી છે.

READ ALSO

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!