GSTV
India News ટોપ સ્ટોરી

સંસદ/ આગામી સત્રમાં અધ્યાદેશની કાગળની કોપી નહી વહેંચાશે, ફક્ત ડિઝિટલ પ્રત અપાશે

લોકસભા સચિવાલયે સોમવારે કહ્યું કે, સંસદના આગામી ચોમાસું સત્ર દરમિયાન કોરોનાને ધ્યાનમાં રાખીને સાંસદોને અધ્યાદેશોની કોઈ કાગળની કોપી વિતરિત નહી કરવામાં આવે અને તેની જગ્યાએ તેને ડિઝિટિલ પ્રત ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ઘણાં અધ્યાદેશોને આગામી સત્રમાં સંસદમાં આવવાની આશા છે.

સાંસદોને અધ્યાદેશોની કોઈ કાગળની કોપી વિતરિત નહી કરવામાં આવે

લોકસભા સચિવાલયે એક નિવેદનમાં કહ્યું કે, સભ્યોને સુચિત કરવામાં આવે છે કે કોરોના મહામારીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સંક્રમણના પ્રસારને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 17મી લોકસભાના ચોથા સત્રના અધ્યાદેશની કાગળની કોપી વિતરણ નહી કરવામાં આવશે કારણ કે ભૌતિક રીતે કાગળથી સંક્રમણ થઈ શકે છે.

ભૌતિક રીતે કાગળથી સંક્રમણ થઈ શકે

કોરોના મહામારીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

સભ્યોને અધ્યાદેશની ડિઝિટલ કોપી વિતરણ કરવામાં આવશે. લોકસભા સચિવાલય સત્ર આયોજન માટે ભૌતિક અંતર સુનિશ્ચિત કરવા સહિત આવશ્યક વ્યવસ્થા કરી રહ્યું છે. સુત્રએ જણાવ્યું કે, હજુ સત્રની તારીખ નક્કી નથી થઈ છે, પરંતુ તે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા પહેલા આયોજીત થવાની શક્યતા નથી. નિયમ અનુસાર ગૃહની બેઠક 23 સપ્ટેમ્બર પહેલા થવી જોઈએ કારણ કે બે સત્ર વચ્ચે છ મહિનાથી વધારે અંતર હોવું જોઈએ નહી.

READ ALSO

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah
GSTV