GSTV

Parkinsonના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Last Updated on July 30, 2021 by Karan

દક્ષેશ પાઠક : સમગ્ર વિશ્વમાં અનેક અજ્ઞાત કારણોસર સંખ્યાબંધ વ્યક્તિઓ પાર્કિન્સનના (Parkinson) રોગથી પીડાય છે અને ભારતમાં પણ તેની સંખ્યા કોઇપણ ઉંમર જોયા વિના નોંધપાત્ર છે. મુંબઇની જસલોક હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગના વડા ડૉ. પરેશ દોશીની આગેવાની હેઠળ નિષ્ણાત તબીબોની ટીમે અમદાવાદના ૪૨ વર્ષીય વિજ્ઞાની કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી પાર્કીન્સનથી પીડાતા હતા, તેમના બ્રેઇનમાં ઇલેક્ટ્રોડ્સ ઇમ્પ્લાન્ટ કરીને ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન સર્જરી સાથે તેમની સ્થિતિમાં માત્ર ૧૦ દિવસમાં ૯૦ %જેટલો સુધારો કરીને પાર્કીન્સનના દર્દીઓ માટે આજીવન પૂર્વવત સ્વસ્થ જીવન જીવી શકાય તેવી નવી આશાનું કિરણ સર્જ્યું છે.

  • ડિરેક્ટર ઓફ ન્યુરો સર્જરી ડૉ. પરેશ દોશીની ટીમે કરી
  • ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશનની ભારતભરમાં પ્રથમ સર્જરી કરીને અમદાવાદના દર્દીની સ્થિતિમાં ૯૦ ટકા સુધારો કર્યો
  • અમદાવાદની પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ૪૨ વર્ષીય વિજ્ઞાની હરીક્રીષ્ના પાંચ વર્ષથી હતા પાર્કીન્સનના રોગથી પીડિત
  • છેલ્લાં ૨૦ વર્ષથી ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન સર્જરી અસ્તિત્વમાં આવી
  • બે-ત્રણ વર્ષથી યુરોપ- અમેરિકા અને એશિયામાં માત્ર જાપાનમાં નવા પેસ મેકરની સર્જરી થતી

Parkinsonમાં નોર્મલ જીવન જીવી શકશે

આ અંગે મુંબઇ જસલોકથી વાત કરતાં ડો. પરેશ દોશીએ કહ્યું, ”અત્યારે વિશ્વભરમાં પાર્કીન્સન અથવા કંપવા, ધ્રુજારી, ડાયસ્ટોનીયા, અનિયંત્રિત પેઇન વગેરે રોગોથી અનેક વ્યક્તિઓ પીડાય છે જેઓ માત્ર મેડીકેશન પર જીવતા હતા. પરંતુ છેલ્લાં ૨૦ વર્ષથી ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન સર્જરી અસ્તિત્વમાં આવી છે અને બે-ત્રણ વર્ષથી યુરોપ- અમેરિકામાં અને એશિયામાં માત્ર જાપાનમાં નવા પેસ મેકરની સર્જરી થતી હતી, તેમાં અમે જસલોકમાં ૧૦ દિવસ પહેલાં આ સર્જરી સફળતાપૂર્વક કરીને ભારતમાં આ પ્રકારની સૌ પ્રથમ સર્જરી કરી છે. અમદાવાદની પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ૪૨ વર્ષીય વિજ્ઞાની હરીક્રીષ્ના પાંચ વર્ષથી પાર્કીન્સનના રોગથી પીડાતા હતા. તેમના પર આ સફળ સર્જરી કરાઇ છે, અને તેઓ રોગ પહેલાં જીવતા હતા તેવું નોર્મલ જીવન જીવી શકશે.”

Parkinson

જરુર પુરતો માઇક્રો કરન્ટ પેસ મેકર છાતીમાં ઇમ્પ્લાન્ટ કરીને અપાય

આ સર્જરી વિશે વિસ્તૃત રીતે સમજાવતાં તેમણે કહ્યું, ”દર્દીને ભાનમાં રાખીને બ્રેઇનમાં લેફ્ટ-રાઇટ બહુ જ નાનો છેદ કરીને ઇલેક્ટ્રોડ્સ સેન્ટર ઓફ બ્રેઇન ‘ન્યુક્લીયસ’ સુધી ઉતારીને તેને યોગ્ય સમયે યોગ્ય રીતે જરુર હોય એટલો અને જરુર પુરતો માઇક્રો કરન્ટ પેસ મેકર છાતીમાં ઇમ્પ્લાન્ટ કરીને અપાય છે. આ એક ટારગેટેડ થેરાપી છે અને વ્યક્તિએ પોતે કંઇજ કરવાનું હોતું નથી.

હૃદયના પેસમેકર કરતા આ ઓટો સેન્સીંગ ડીવાઇસ ઇમ્પ્લાન્ટેબલ પલ્સ જનરેટર ક્લોઝ લૂપને લીધે વધુ માઇક્રો લેવલ પર કામ કરે છે અને યુનિ ડીરેકશનલ કરન્ટ આપે છે જેની દર્દીને ખબર પણ પડતી નથી. આ ડીવાઇસને તમે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સની કમાલ પણ કહી શકો જે બ્રેઇનના સીગ્નલ્સને રેકોર્ડ કરીને જરુરી માત્રામાં સ્ટીમ્યૂલેટ કરીને સમગ્ર શરીરમાં પૂર્વવત કામગીરી કરાવે છે. ઇલેક્ટ્રોડસ દ્વારા લોકલ ફીલ્ડ પોટેન્શીયલ રેકોર્ડ કરે છે અને તેમાં આ ડીવાઇસને લીધે બીટા બેન્ડ ડીટેક્ટ કરીને સ્ટીમ્યુલેટ થાય છે જે શરીરની મૂવમેન્ટ પર બહુ જ પોઝિટિવ અસર કરે છે.

બ્રેઇનને લગતા અન્ય જટિલ રોગો માટેના બાયોમાર્કર પણ નજીકના ભવિષ્યમાં આવશે

આ અગાઉના અનિયંત્રિત બ્રેઇન સીગ્નલ્સ અહીંથી જ ડીટેક્ટ થઇને, જરુરી કરન્ટથી સ્ટીમ્યુલેટ થઇને નોર્મલ રીતે એક્ટિવ થઇને આગળ વધે છે. આ તમામ નિર્ણય આ સેન્સીંગ ડીવાઇસ પણ જાતે જ લે છે. સીધી અને સરળ ભાષામાં, આ બ્રેઇન સીગ્નલ કન્ટ્રોલ સિસ્ટમ છે. આ શોધની સફળતાને પગલે બ્રેઇનને લગતા અન્ય જટિલ રોગો માટેના બાયોમાર્કર પણ નજીકના ભવિષ્યમાં આવશે અને પીડીત વ્યક્તિઓનું જીવન ઘણું સુધરશે.

મારી તમામ તકલીફો ૧૦ દિવસમાં ૯૦ ટકા દૂર થઇ ગઇ

સમગ્ર વિશ્વ અને ભારતમાં પાર્કીન્સનના રોગોના દર્દીઓની સંખ્યા, નાની ઉંમરે પણ કેમ થાય છે અને તેના કારણો વિષેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ”આશ્ચર્યજનક રીતે તેના કોઇ ચોક્કસ કારણો નથી, પરંતુ કેટલાક અંશે એન્વાયર્નમેન્ટલ કે સ્ટ્રેસના ઇસ્યુ હોઇ શકે અથવા ટોક્સીસીટી ધરાવતી વસ્તુઓ શરીરમાં જવાથી પણ થઇ શકે. જીવનમાં પોઝિટિવ અને સ્ટ્રેસ ફ્રી વિચારધારા અને તંદુરસ્ત લાઇફ સ્ટાઇલ એવા જ ખોરાક સાથે રાખવી બહુ જરુરી છે.” જ્યારે આ સર્જરી જેમના પર થઇ તે વિજ્ઞાની હરિક્રીશ્નએ જણાવ્યું કે મારી તમામ તકલીફો ૧૦ દિવસમાં ૯૦ ટકા દૂર થઇ ગઇ હોવાનું હું અનુભવું છું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!