હોલિવૂડ અભિનેત્રી પેરિસ હિલ્ટને પોતાના વેંચર કેપિટલિસ્ટ બોયફ્રેન્ડ કાર્ટર રિયમ સાથે સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈ 13 ફેબ્રુઆરીના રોજ પેરિસના 40માં જન્મદિવસના સેલિબ્રેશન દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને એક પ્રાઈવેટ આયલેન્ડ પર રોકાયા હતા.

પેરિસ હિલ્ટને પોતાની સગાઈને લઈને એલાન કર્યુ હતું. તેમણે પોતાની અને કાર્ટરનો વીડિયોઝ શેર કરતા લખ્યુ હતું કે, મારુ સપનુ સાચુ થઈ ગયું. હું મારા થનારા પતિને ખૂબ જ પ્રેમ કરૂ છું. આ મારા જન્મદિવસનો બેસ્ટ સરપ્રાઈઝ હતો. હું તમારી પત્ની બનવા માટે ઉત્સાહિત છું.

પેરિસને તેના બોયફ્રેન્ડે અત્યંત સુંદર એમરલ્ડ કટવાળી ડાયમંડ રિંગ પહેરાવી હતી.
સગાઈના દિવસે પેરિસ હિલ્ટન અને કાર્ટરે વ્હાઈટ કલરના મેચિંગ આઉટફિટ પહેર્યા હતા. પેરિસે શિમરીંગ વ્હાઈટ રેટ્રોઈટ ડ્રેસ અને ક્રાઉન પહેર્યો હતો. તો વળી કાર્ટરે ક્રિસ્પ વ્હાઈટ સૂટમાં જોવા મળ્યો હતો. આ સગાઈની દરેક ફોટો અત્યંત સુંદર છે.
READ ALSO
- કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા
- પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા
- મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ
- બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય
- સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ