GSTV
Home » News » પરિણીતી ચોપરાને મળી બાયોપિક પર બનનારી ફિલ્મ, તેના માટે કરી રહી છે ઘણી મહેનત

પરિણીતી ચોપરાને મળી બાયોપિક પર બનનારી ફિલ્મ, તેના માટે કરી રહી છે ઘણી મહેનત

પરિણીતિ ચોપરા બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં જોવા મળશે. તેમાં તે સાઈનાની ભૂમિકા કરી રહી છે. ફિલ્મને લઈ પરિણીતિ ઘણી મહેનત કરી રહી છે. જોકે અત્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ નથી થયું. તેણે જણાવ્યું છે કે તે અત્યારે બેડમિન્ટન શીખી રહી છે.

તે એવી ઈચ્છા ધરાવે છે કે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરે. પરિણીતિએ તેના ટ્વીટર એકાઉન્ટ પર જણાવ્યું છે કે ફિલ્મનું શૂટિંગ ચાર મહિનામાં શરૂ થશે. તેણે લખ્યું છે કે, અમે હજુ સાઈના ફિલ્મનું શૂટિંગ શરૂ નથી કર્યું. અત્યારે હું બેડમિન્ટન શીખી રહી છું. અમે ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ કરીશું.

એક વાર હું સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાવ, બસ ચાર મહિના બાકી છે. ફિલ્મનું નિર્દેશન અમોલ ગુપ્તા કરશે. સાઈનાની ભૂમિકા માટે પહેલા શ્રદ્ધા કપૂરને કાસ્ટ કરવામાં આવી હતી. તેણે આ કેરેક્ટર માટે હા પણ કહી હતી, સાઈના સાથે શ્રદ્ધા કપૂરે કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

એ સમયે શ્રદ્ધાની બેડમિન્ટન શીખતા ફોટા પણ જોવા મળ્યા હતા, પરંતુ અચાનક તે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ. આ ફિલ્મ ઉપરાંત પરિણીત ચોપરા હોલિવૂડની ધ ગર્લ ઓન ધ ટ્રેનની રિમેકમાં પણ જોવા મળશે. રિપોર્ટસ્ મુજબ જાણવા મળ્યું છે કે એક્ટ્રેસ આ ફિલ્મના શૂટિંગ માટે જુલાઈની આસપાસ ઈંગ્લેન્ડ જશે. પરિણીતિએ કહ્યું છે કે, આ ફિલ્મને લઈને હું ઘણી ઉત્સાહિ છું કારણ કે પહેલા મૈં ક્યારેય આવી ભૂમિકા કરી નથી અને વાંચ્યું પણ નથી.

Read Also

Related posts

દિકરીને અશ્લીલ ડાન્સ કરાવી દારૂ પી રેપ કરતો નરાધમ બાપ

Mayur

દરિયા કિનારે દેખાયો ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયાનો બહુજ બોલ્ડ અંદાજ

Mansi Patel

Video: સેક્રેડ ગેમ્સ 2માં ત્રિવેદી પણ નહીં બચે, વીડિયોમાં થયો મોટો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!