‘લગ્ન નહીં લિવ ઈન માટે સ્ટ્રોન્ગ પાર્ટનરની જરૂર છે’, પરિણિતી ચોપરાએ રિલેશન અંગે કર્યો મોટો ખુલાસો

Parineeti Chopra

પરિણિતી ચોપરાએ પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરાના લગ્નમાં મહત્વનો રોલ અદા કર્યો. તેને તાજેતરમાં લગ્ન વિશે પુછાતાં તેણે લગ્નની હજી કોઇ  ઉતાવળ ન હોવાનું કહ્યું હતું. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેને હાલ લગ્ન નહીં પરંતુ એક પાર્ટનરની જરૂર છે, જો એ વ્યક્તિ તેને યોગ્ય લાગશે તો જ તેની સાથે લગ્ન  કરવાનો નિર્ણય લેશે.

” મારા લગ્નની વાત ક્યાં કરો છો, હજી તો મને લગ્ન વિશે પૂરતું જ્ઞાન પણ નથી, મને તો લિવ ઇન માટે  સ્ટ્રોન્ગ પાર્ટનરની જરૂર છે. તે વ્યક્તિમને યોગ્ય લાગશે તો હું  તેની સાથે એક જ ઘરમાં પણ રહેવા તૈયાર છું. હાલ મને પાર્ટનરની જરૂર  છે, લગ્નની નહીં, ” તેમ પરિણિતીએ જણાવ્યું હતું. 

જોકે તેણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, ” ન તો હું લગ્નના પક્ષમાં છું કે ન તો વિરોધમાં, મેં હજી લગ્નને ગંભીરતાથી લીધા જ નથી અને મને એની જાણકારી પણ નથી. જો કોઇ એમ કહે કે લગ્ન કરવાથી બાળક થાય તો હું તેની આવી વાતને વાહિયાત ગણાવીશ, બાળક માટે લગ્ન કરવાની જરૂર નથી, એ  હું પણ જાઉું છું. લગ્ન મને એક ડોક્યુમેન્ટેશન જેવા લાગે છે. એક લીગલ અને પ્રેકટિકલ વસ્તુ લાગે છે. મારા માટે મહત્વપૂર્ણ એક યોગ્ય પુરુષ જ છે. મારો પાર્ટનર સારો હોવો જરૂરી છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter