અક્ષય-પરીણિતીની ફિલ્મ ‘કેસરી’નો First Look રિવિલ, આ દિવસે થશે રીલિઝ

વર્ષ 1897ના સારાગઢી યુદ્ધ પર આધારિત બોલીવુડના ખેલાડી એટલે કે અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે. રાજસ્થાનમાં સોમવારે ફિલ્મનું શુટિંગ પૂર્ણ થયા બાદ અક્ષય-પરિણીતીએ સોશિયલ મીડિયા પર રિલિઝ ડેટનું એલાન કર્યુ છે.

અક્ષયે સિખ અંદાજમાં ટ્વીટ કર્યું છે કે, ”હવે…’કેસરી’નું શૂટિંગ પુર્ણ. આ એવી ફિલ્મ છે જે કરીને મારી છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે. 21 માર્ચ, 2019ના દિવસે થિયેટરમાં આપણી મુલાકાત થશે.” પરિણીતીએ કહ્યું છે કે, ”મેં જ્યારે પણ કોઈ યુદ્ધ આધારિત ફિલ્મ જોઈ છે ત્યારે મને પ્રેરણા મળી છે. આ ઐતિહાસિક અનુભવનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહી છું. અક્ષય સર, કરણ સર અને અનુરાગ સર આભાર. આ શ્રેષ્ઠ યાત્રાનો હિસ્સો બનાવવા માટેય તમે તે ખૂબસુરત ફિલ્મોમાંથી એક બનાવી છે, જે લોકો જોશે.”

ટ્વિટર પર જાહેરાત કરીને અક્ષયકુમાર અને પરિણીતીએ ફિલ્મનો લુક પણ જાહેર કર્યો છે. આ ફિલ્મનું નિર્માણ ‘કેપ ઓફ ગુડ હોપ્સ ફિલ્મ્સ’ અને કરણ જોહરની ‘ધર્મા પ્રોડક્શન’એ કર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુરાગ સિંહ છે જ્યારે કલાકારોમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાનો સમાવેશ થાય છે. હાલમાં ટ્વિટર પર આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે કે કારણ કે ફિલ્મના જયપુર શેડ્યુલમાં તમામ શૂટિંગ આટોપી લેવામાં આવ્યું છે.

શું છે કેસરીની સ્ટોરી

કેસરી એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે. આ ચર્ચિત સારાગઢીની લડાઇ પર આધારિત ફિલ્મ છે, જે 1897માં બ્રિટીશ ભારતીય સેનાની એક નાનકડી ટુકડી અને અફઘાની સેના વચ્ચે થઇ હતી. આ લડાઇમાં બ્રિટીશ ભારતીય સેનાના 21 સિખ જવાનોએ 10 હજારની સંખ્યા ધરાવતી અફઘાની સેનાનો મુકાબલો કર્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter