GSTV
Home » News » સાઈના નેહવાલની બાયોપિકમાં શ્રદ્ધા કપૂરના સ્થાને હવે આ અભિનેત્રી કરશે કામ

સાઈના નેહવાલની બાયોપિકમાં શ્રદ્ધા કપૂરના સ્થાને હવે આ અભિનેત્રી કરશે કામ

saina nehwal biopic

ભારતની જાણીતી બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ પર બની રહેલી બાયોપિક વિશે તમે જાણતા હશો. પહેલા અહેવાલ હતા કે આ ફિલ્મમાં બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાઈનાનો કિરદાર નિભાવશે. પરંતુ હવે અહેવાલ આવી રહ્યાં છે કે આ ફિલ્મમાં શ્રદ્ધાનું સ્થાન પરિણીતી ચોપડાએ લીધુ છે. હવે આ ફિલ્મમાં સાઈનાનો કિરદાર પરિણીતિ નિભાવશે.

“સાઈના” નામની આ બાયોપિક ફિલ્મનું નિર્દેશન અમોલ ગુપ્તે કરશે. ફિલ્મ પર કામ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયુ હતું. શ્રદ્ધાએ પોતાની વ્યસ્તતાને પગલે આ ફિલ્મને છોડી દીધી, કારણકે અભિનેત્રી એક પછી એક ઘણી ફિલ્મો કરી રહી છે.

ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે એક નિવેદનમાં કહ્યું, “અમે સાઈનાને 2020ની શરૂઆતમાં રીલીઝ કરવા માટે તેનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં સમાપ્ત કરવા માંગીએ છીએ, તેથી પરીયોજનાની સાથે આગળ વધતા પહેલા પરસ્પર સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમને આ વાતનો આનંદ છે કે પરિણીતી ફિલ્મની સાથે જોડાઈ ગઈ છે. સાઈનાએ દરેક ભારતીયનું ગૌરવ વધાર્યુ છે અને તેમની કહાનીને દુનિયાની સામે લાવવા માટે હવે રાહ વધુ જોઈ શકાય તેમ નથી, જ્યારે ઓલિમ્પિક પણ આવતા વર્ષે છે.”

READ ALSO

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!