GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

પરિણીતી ચોપરા પાસે એક સમયે ખાવાના પણ નહોતા પૈસા બચ્યા, મંદીમાં વિદેશમાં નોકરી જતાં ભારત પરત આવી હતી

પરિણીતી ચોપડાએ 2011 માં લેડિઝ વિ રિકી બહલ સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે પ્રથમ ઇશાકઝાદે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. 22 ઓક્ટોબર 1988 માં જન્મેલી પરિણીતીનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે, અમે તમને તેના જીવનનો કિસ્સો જણાવી રહ્યાં છીએ જ્યારે તેની પાસે ખાવા માટે પણ પૈસા બાકી ન હતા.

ટોક શો Tapecastમાં પરિણીતી ચોપડાએ કહ્યું હતું કે- ‘વર્ષ 2014 થી 2015 નો સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. લગભગ દોઢવર્ષથી આવું જ રહ્યું. મારી બે ફિલ્મ ‘દાવત-એ-ઇશ્ક’ અને ‘કીલ દિલ’ સારૂ કમાલ કરી શકી નહીં. મારા માટે આ સૌથી મોટી નિષ્ફળતા હતી. પછી મારી પાસે કોઈ પૈસા બાકી બચ્યા નહોતા

પરિણીતીએ વધુમાં કહ્યું – ‘આ પછી મેં એક ઘર ખરીદ્યું, મારું જીવન ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવા લાગ્યું. એવું લાગ્યું કે જાણે મારા જીવનના બધા માર્ગો બંધ થઈ ગયા હોય અને કંઇક સારાની અપેક્ષા ન હોય. પરિણામે, મેં ખાવાનું અને સૂવાનું બંધ કરી દીધું. મારો તે સમયે કોઈ મિત્ર નહોતી. મેં લોકોને મળવાનું બંધ કર્યું. મેં મારા પરિવાર સાથેનો સંપર્ક પણ સમાપ્ત કરી દીધો. હું માત્ર ઓરડામાં બેસતી, ટીવી જોતી અને સૂતી. હું એક ઝોમ્બી બની ગઈ હતી.

હું ખરાબ રીતે ડિપ્રેશનમાં હતી. દરેક સમયે બીમાર રહેતી હતી. હું લગભગ 6 મહિના સુધી મીડીયાને પણ મળી નહોતી. આ ખરાબ સમય માંથી બહાર નિકળવા માટે પરિણીતીનાં ભાઈ સહજ ચોપડા અને દોસ્ત સંજનાએ ઘણો સાથ આપ્યો હતો.

બન્ને વિશે વાત કરતા પરિણીતીએ જણાવ્યું કે સહજ અને સંજનનાંએ મને ઘણી મદદ કરી હતી સહજ હંમેશા વાત કરતો હતો અને મારી સાથે રહેતાની સાથે હિમંત પણ આપતો હતો.ત્યારે બીજી તરફ સંજના અને હું ખૂબ વાતો કરતા હતા અને તે મારી ઘણી મદદ કરતી હતી.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!