GSTV
Bollywood Entertainment Trending ટોપ સ્ટોરી

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન, બોલીવુડ હસ્તીઓ શોકમાં ગરકાવ

બોલીવુડમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકારનું નિધન થયું છે. પ્રદીપ સરકારે 68 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે 24 માર્ચ 2023ના રોજ એટલે કે શુક્રવાર સવારે 3.30 વાગ્યે આ દુનિયાને અલવિદા કહી દીધું. રિપોર્ટ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા. તેમનું પોટેશિયમ લેવલ અચાનક જ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું, ત્યારબાદ પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મ સર્જક ગુમાવ્યા છે.

સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

અભિનેત્રી નીતુ ચંદ્રાએ નિર્દેશકના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે. અભિનેત્રીએ લખ્યું- અમારા પ્રિય ડિરેક્ટર દાદા હવે નથી. મેં મારી કારકિર્દી તેની સાથે શરૂ કરી. તેની પ્રતિભા અદ્દભૂત હતી. તેમની ફિલ્મો લાર્જર ધેન લાઈફ હતી. તેમને ખૂબ જ મિસ કરવામાં આવશે.

અભિનેતા અજય દેવગણે પણ દિગ્દર્શકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અજયે ભીની આંખે પ્રદીપ સરકારને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

દિગ્દર્શકના મૃત્યુથી સેલેબ્સ આઘાતમાં છે. મનોજ બાજપેયી, હંસલ મહેતાએ તેમના આત્માને શાંતિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

ડિરેક્ટર ઘણી હિટ ફિલ્મો બનાવી

પ્રદીપ સરકારે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેમાં પરિણીતા, એકલવ્ય-ધ રોયલ ગાર્ડ, લફંગે પરિંદે, લાગા ચુનરી મેં દાગ, મર્દાની, હેલિકોપ્ટર ઈલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના નિર્દેશનમાં ઘણી વેબ સિરીઝ પણ બની હતી. જેમ કે ફોરબિડન લવ, એરેન્જ્ડ મેરેજ, કોલ્ડ લસ્સી અને ચિકન મસાલા. તેમના નિર્દેશનમાં બનેલી છેલ્લી શ્રેણી દુરંગા હતી.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV