પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ એમ બોલીવૂડની ત્રણ-ત્રણ ટોચની હિરોઈનોને સાથે ચમકાવતી ફિલ્મ ‘જી લે જરા’ અભેરાઈ પર ચઢી ગઈ હોવાનું મનાતું હતું જોકે, ફરહાન અખ્તરે આ ફિલ્મ માટે લોકેશન સ્કાઉટિંગ શરુ કરતાં ફિલ્મનું કામ ફરી ચાલુ થયું હોવાનું કન્ફર્મ થયું છે.
કેટરિનાનાં લગ્ન તથા આલિયાની પ્રેગનન્સી જેવાં કારણોસર આ ફિલ્મ અટકી ગઈ હોવાનું મનાતું હતું. પ્રિયંકા ખાસ આ ફિલ્મનાં શૂટિંગ માટે લાંબા સમય સુધી ભારત આવવાની હતી. જોકે, કેટલાય સમયથી ફિલ્મ વિશે કોઈ અપડેટ ન હતું.

હવે ફરહાને પોતે રાજસ્થાનમાં લોકેશન શોધી રહ્યો હોવાની તસવીરો શેર કરી છે. ફરહાન આ ફિલ્મ દ્વારા લાંબા સમય પછી ખુદ દિગ્દર્શન ક્ષેત્રે પાછો ફરશે.
આ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’નું લેડી વર્ઝન હોવાનું કહેવાય છે. તેમાં વર્ષો પછી સાથે રોડ ટ્રિપ પર નીકળતી ત્રણ સખીઓની વાર્તા હશે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ