GSTV
India News Trending

Pariksha Pe Charcha 2022: ‘પરીપા પે ચર્ચા’ માટે રજીસ્ટ્રેશનની આજે છેલ્લી તારીખ, આવી રીતે કરો ફટાફટ રજીસ્ટ્રેશન

પરીપા પે ચર્ચા

‘પરીપા પે ચર્ચા’ 2022 પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરાવવાની આજે એટલે 20 જાન્યુઆરીએ છેલ્લી તારીખ છે. જેથી 9માથી 12મા સુધીના જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થવા માગતા હોય, તેઓ સત્તાવાર વેબસાઈટ mygov.in પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વિદ્યાર્થીઓના સાથે પેરેન્ટ્સ અને ટીચર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ તણાવ મુક્ત થઈ આપવાની સલાહ આપે છે, સાથે જ ટિપ્સ પણ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે જેની જાહેરાત તેમણે મન કી બાત કાર્યક્રમમાં કરી હતી.

પરીપા પે ચર્ચા

વડાપ્રધાન મોદીએ ટ્વીટના માધ્યમથી પરીક્ષા પે ચર્ચા 2022 પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ઈચ્છુક માતા-પિતા અને શિક્ષકોને અપીલ કરી હતી. રિપોર્ટ મુજબ ગત વર્ષે 2.62 લાખ શિક્ષકો અને 93 હજાર વાલીઓએ પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આવી રીતે કરો રજીસ્ટ્રેશન

પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામ માટે અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઓફિશિયલ વેબસાઈટ Mygov.in પર જવાનું રહેશે. તેના પછી ‘અત્યારે જ ભાગ લો’ બટન પર ક્લિક કરો. હવે કેટેગરી મુજબ રજીસ્ટ્રેશન કરો- વિદ્યાર્થીઓ/વાલીઓ/શિક્ષક. દેશની બહારથી ભાગ લેવા માટે, ઈમેલ આઈડી પર મોકલેલા ઓટીપીનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે.

યોગ્ય ફોર્મેટમાં અરજી ફોર્મ સબમિટ કરનારા તમામ વિદ્યાર્થીઓને સહભાગિતાના સ્વરૂપ તરીકે ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે અને ‘#PPC2022’ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.

મોદી

પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામ

આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા 2022’ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 28 ડિસેમ્બર 2021થી શરૂ થઈ હતી. જણાવી દઈએ કે આ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ વર્ષ 2022ની 10મી-12મી બોર્ડની પરીક્ષા પહેલા આયોજિત થવાનો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દર વર્ષની જેમ આગામી વર્ષની શરૂઆતમાં પરીક્ષા પર ચર્ચા થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan

મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!

Binas Saiyed

અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા

Damini Patel
GSTV